શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મહત્વપૂર્ણ નિર્ણય, જાતીય સતામણી રોકવા માટે જાણો શું કર્યું ?
જાતિય સતામણીના વારંવાર કિસ્સાથી વિવાદમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
રાજકોટ: જાતિય સતામણીના વારંવાર કિસ્સાથી વિવાદમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરોની ચેમ્બર્સમાં હવે CCTV કેમેરા મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ રસ્તા, તમામ વિભાગોની સાથે સાથે અલગ-અલગ ગ્રાઉન્ડ 802 CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરોની ચેમ્બર્સમાં પણ હવે CCTV મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રોફેસરોની ચેમ્બરમાં CCTV મુકવાથી કોઈ નારાજગી ન ફેલાય તે માટે ઉપ કુલપતિએ તેમની સુરક્ષા માટે જ કેમેરા લગાવવા આવ્યા હોવાની વાત કરી છે.
છેલ્લા ત્રણ વર્ષમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓ સાથે જાતિય સતામણીના ચાર કિસ્સા બનતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ પ્રોફેસરોની ચેમ્બર્સમાં પણ CCTV કેમેરા મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. CCTV કેમેરાનું મોનિટરીંગ જે તે ભવનના વડા દ્વારા કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion