શોધખોળ કરો
Advertisement
રાજકોટ મેળામાં CM રૂપાણી સહિત ભાજપના કયા-કયા મંત્રીએ ચકડોળની મજા માણી? જાણો વિગત
મેળાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપરાંત પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ તથા લાખાભાઇ સાગઠિયા, મ્યુનિ.કમિશ્નર બંછાનિધિ પાની, શહેર પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલ સહિતના અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
રાજકોટઃ રાજકોટમાં સાતમ-આઠમ નિમિત્તે યોજાયેલા લોક મેળાનું ઉદ્ધાટન ગુરુવારે મોડી સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉદ્ધાટન કાર્યક્રમ દરમિયાન સીએમ રૂપાણીએ ચકડોળમાં બેસી મજા માણી હતી અને પોતાના જૂના દિવસોને યાદ કર્યા હતાં.
મેળાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપરાંત પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ તથા લાખાભાઇ સાગઠિયા, મ્યુનિ.કમિશ્નર બંછાનિધિ પાની, શહેર પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલ સહિતના અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં રાજકોટના લોકમેળાનું આગવું મહત્વ છે. દર વર્ષે લાખોની સંખ્યામાં મુલાકાતીઓ આ મેળામાં પહોંચે છે. પાંચ દિવસ ચાલનારા આ મેળામાં અંદાજીત 1 હજારથી વધારે સ્ટોલ અને 50થી વધુ રાઈડ ઈન્સ્ટોલ કરવામાં આવી છે.
રાજકોટમાં યોજાયેલા મેળામાં તમામ રાઈડનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા 78 અધિકારી અને 1300થી વધુ કર્મચારીઓની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion