શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
CM રૂપાણી જલ્દી સ્વસ્થ થાય માટે રાજકોટ બાલાજી મંદિરમાં મારૂતીયજ્ઞ, જીગ્નેશદાદા રહ્યા હાજર
રાજકોટમાં બાલાજી હનુમાન મંદિર ખાતે લોક કથાકાર જીગ્નેશદાદાની ઉપસ્થિતીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દીઘાર્યુ માટે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ: રાજકોટમાં બાલાજી હનુમાન મંદિર ખાતે લોક કથાકાર જીગ્નેશદાદાની ઉપસ્થિતીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દીઘાર્યુ માટે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી જલ્દી સ્વસ્થ થાય તે માટે બાલજી મંદિરમાં મારૂતીયજ્ઞ યોજાયો હતો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષણીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વડોદરા ખાતે પ્રચાર અર્થે ગયા હતા, આ સભા સંબોધનમાં તબિયત લથડયા બાદ બીજા દિવસે મુખ્યમંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ તેઓ યૂએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ પ્રસંગે ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાલ કોરોના સામે લડી રહ્યા છે ત્યારે તેમને આ મારુતિ યજ્ઞથી બળ અને આશીર્વાદ મળશે. તેઓ જલ્દીથી જલ્દી કોરોનામાંથી મુક્ત થાય એ જ અમારી ઈચ્છા છે. મુખ્યમંત્રી કોરોના પોઝિટિવ થતા રાજકોટની પ્રજાના હ્ર્દયમાં દુઃખની લાગણી જન્મી છે અને પ્રજા પણ એમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહી છે. મુખ્યમંત્રી વિજયભાઈના નેતૃત્વમાં રાજ્યમાં વિવિધ ક્ષેત્રમાં વણથંભી વિકાસયાત્રા આગળ વધી રહી છે. CM વિજયભાઈ તંદુરસ્ત અને દીર્ઘ આયુષ્ય ભોગવે, તેમના નેતૃત્વમાં ગુજરાત વિકાસની ઊંચાઈ પ્રાપ્ત કરે અને પ્રજા કલ્યાણના કામો તેઓ કરતા રહે તેવી શુભેચ્છા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion