શોધખોળ કરો

Rajkot: ચૂંટણી હાર્યા બાદ કોંગ્રેસ નેતા લલીત વસોયાએ આગેવાનો સાથે બેઠક કરી લીધો મોટો નિર્ણય

રાજકોટ: ધોરાજી ઉપલેટાના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ કાર્યકરો સાથે મિટિંગ યોજી હતી. ઉપલેટા સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનો સાથે વસોયાએ બેઠક યોજી હતી.

રાજકોટ: ધોરાજી ઉપલેટાના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ કાર્યકરો સાથે મિટિંગ યોજી હતી. ઉપલેટા સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનો સાથે વસોયાએ બેઠક યોજી હતી. તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધોરાજી-ઉપલેટા બેઠક ઉપર ચૂંટણી લડ્યા હતા લલીત વસોયા. જો કે વિધાનસભાની ચૂંટણીમાં ધોરાજી ઉપલેટા કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાની કારમી હાર થઈ હતી.

ધોરાજી ઉપલેટા કોંગ્રેસ કાર્યકરોનો ઉત્સાહ ઓસરે નહીં તે માટે બેઠક બોલાવી હતી. આગામી સમયમાં ભાજપની ભાગલા પાડો અને રાજ કરો નીતિની સામે જનુનથી કામ કરીશુ તેવી વાસ વસોયાએ કરી હતી. લલીત વસોયાએ વધુમાં કહ્યું કે, ધોરાજી ઉપલેટાના લોકોના પ્રશ્ર્નોનું નિરાકરણનો અમારો પ્રયાસ હશે. પંદર દિવસ બાદ તમામ ગામડામાં ગ્રુપ મિટિંગ યોજી આગામી નગરપાલિકા ચૂંટણીમાં સંગઠન કરી કોંગ્રેસ મજબૂતી રીતે કામ કરશે. આમ આદમી પાર્ટીને કારણે મત વિભાજન થયું અને અમને ઓછા મત મળ્યા. આગામી સમયમાં કોંગ્રેસ મજબૂતીથી લોકોના કામ કરશે.

જાણો બનાસકાંઠામાં ક્યા ધારાસભ્યને મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન

ગુજરાત વિધાનસભાના ચૂંટણીના પરિણામ બાદ મંત્રીમંડળમાં કોને મળશે સ્થાન અને કોણ મારશે બાજી તેને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. બનાસકાંઠામાં ચાર ભાજપ, ચાર કોંગ્રેસ અને એક અપક્ષ ધારાસભ્ય બન્યા છે જ્યારે ભાજપના ધારાસભ્યમાંથી કોને અને કહ્યું પદ મંત્રીમંડળમાં મળશે તેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં ભાજપમાંથી ચાર કદાવર નેતા ધારાસભ્ય બન્યા છે ત્યારે મંત્રીમંડળના વિસ્તરણને લઈને ભાજપ દ્વારા નામો પર ચર્ચામાં હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠામાંથી ઓબીસી ચહેરાને મંત્રીમંડળનું પદ મળી શકે તેમ છે ત્યારે એ સમગ્ર મામલે સહકારી આગેવાનો મતે ઓબીસી ચહેરો આપવો જોઈએ. ઓબીસી ચહેરામાં શંકર ચૌધરી કે પછી કેશાજી ચૌહાણ કે પ્રવીણ માળીનો સમાવેશ થાય છે. સહકારી આગેવાનના મતે શંકર ચૌધરીને મંત્રીમંડળનો અનુભવ છે અને બનાસ ડેરીના ચેરમેન હોવાથી ખેડૂતો સાથે સીધા સંપર્કમાં છે તો બીજી તરફ ઓબીસીમાં નાની સમાજમાં પ્રવીણ માળીનું નામ પણ મોખરે છે. ત્યારે સહકારી આગેવાનના મતે શંકર ચૌધરીને મંત્રીમંડળમાં સમાવેશ કરી સારો હોદ્દો આપવાથી વિકાસ કાર્યો વેગવંતા બની શકે છે.

ભૂપેન્દ્ર પટેલે સરકાર બનાવવાનો રાજ્યપાલ સમક્ષ દાવો કર્યો રજૂ

ગુજરાતમાં ફરી એક વખત ભૂપેન્દ્ર ભાઈ પટેલને સત્તાની બાગડોર સોંપવામાં આવી છે.  ધારાસભ્ય દળની બેઠકમાં પ્રસ્તાવ મંજૂર થયા બાદ તેમણે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મળીને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. નવી સરકાર રચવા માટે પાર્ટીએ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પાની નિરીક્ષકો તરીકે નિમણુંક કરી છે. આજે કમલમમાં ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠક માટે ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહીત ભાજપના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા હતા. આ બેઠકમાં નાણાં મંત્રી કનુ દેસાઈએ ધારાસભ્ય દળના નેતા તરીકે પ્રસ્તાવ મુક્યો હતો. જેમાં સર્વ સંમિતિથી ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. ભુપેન્દ્ર પટેલ ગુજરાતમાં બીજી વખત મુખ્યમંત્રી તરીકે પસંદ થયા છે. હવે 12મી ડિસેમ્બરે નવી સરકારની શપથવિધી યોજાશે.

સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Morning Dreams: સવારના સપનામાં આ પાંચ વસ્તુઓ જોવા મળે તો સમજી જજો લાગવાની છે લૉટરી
Morning Dreams: સવારના સપનામાં આ પાંચ વસ્તુઓ જોવા મળે તો સમજી જજો લાગવાની છે લૉટરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Morning Dreams: સવારના સપનામાં આ પાંચ વસ્તુઓ જોવા મળે તો સમજી જજો લાગવાની છે લૉટરી
Morning Dreams: સવારના સપનામાં આ પાંચ વસ્તુઓ જોવા મળે તો સમજી જજો લાગવાની છે લૉટરી
IIT મદ્રાસનો મોટો નિર્ણય, BTech અધુરુ હશે તો પણ મળશે BScની ડિગ્રી
IIT મદ્રાસનો મોટો નિર્ણય, BTech અધુરુ હશે તો પણ મળશે BScની ડિગ્રી
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
Embed widget