શોધખોળ કરો
રાજકોટઃ કોરોનાગ્રસ્ત કેદી ભાગવા જતાં ચોથા માળેથી પટકાયો, ચાદરનું બનાવ્યું હતું દોરડું
રાજકોટ રેનબસેરાના ચોથા માળેથી ચાદરનું દોરડું બનાવી ભાગવા જતા નીચે પટકાતા મોત થયું છે. કેદીનું નામ આનંદગીરી હરિગીરી ગોસ્વામી હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ : ગોંડલ સબજેલના કાચા કામના કોરોનાગ્રસ્ત કેદીનું ચોથા માળેથી પટકાતા મોત થયું છે. રાજકોટ રેનબસેરાના ચોથા માળેથી ચાદરનું દોરડું બનાવી ભાગવા જતા નીચે પટકાતા મોત થયું છે. કેદીનું નામ આનંદગીરી હરિગીરી ગોસ્વામી હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં પ્રથમ વખત પોઝિટિવ દર્દીનું વર્ચ્યુલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. અગાઉ થોડા દિવસ પૂર્વે રાજકોટ કોવિડ-19 હોસ્પિટલમાંથી કેદી ફરાર થયો હતો. બાદમાં પકડાયા બાદ ફરી રેનબસેરામાં સારવાર દરમિયાન ભાગવા પ્રયાસ કરતા મોત નીપજ્યું છે.
વધુ વાંચો





















