ગુજરાતના આ શહેરમાં એક જ દિવસમાં કોરોનાના 56 દર્દીનાં મોતથી હાહાકાર, અંતિમ નિર્ણય ડેથ ઓડિટ કમિટી કરશે
ગઇ કાલે એટલે કે મંગળવારે રાજકોટમાં 76 દર્દીના મોત થયાં હતાં અને તેમાંથી 22 દર્દીના કોવિડથી મોત થયાનું ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટમાં જાહેર કરાયું છે.

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે અને આ વખતે કોરોનાના કેસોન સાથે સાથે મૃત્યુ આંક પણ વધી રહ્યો છે તેથી લોકોમાં હાહાકાર છે. રાજકોટમાં પણ કોરોનાના કારણને હાલત ખરાબ છે અને છેલ્લા 24 કલાકમાં 53 દર્દીના મોત થતાં ખળભળાટ મચી ગયો છે.
રાજકોટમાં થયેલાં મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇ કાલે એટલે કે મંગળવારે રાજકોટમાં 76 દર્દીના મોત થયાં હતાં અને તેમાંથી 22 દર્દીના કોવિડથી મોત થયાનું ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટમાં જાહેર કરાયું છે. કોરોનાના કારણે સત્તાવાર રીતે જાહેર થતાં મોતમાં પણ આ આંકડો મોટો છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 14352 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે ગઈકાલે કોરોનાના 14340 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી નવા કેસની સંખ્યમાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી વધુ 170 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 6656 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.37 ટકા છે.
રાજ્યમાં ગઈકાલે 7803 લોકોએ કોરોનાને મ્હાત આપી છો. તેની સાથે અત્યાર સુધી 3,90,229 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 27 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,27,840 પર પહોંચ્યો છે. જેમાંથી 418 લોકો વેન્ટિલેટર પર અને 1,27,422 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.37 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 26, આણંદ 1, અરવલ્લી 4, બનાસકાંઠા 5, ભરૂચ 2, ભાવનગર 2, ભાવનગર કોર્પોરેશન 2, બોટાદ 1, છોટા ઉદેપુર 1, દાહોદ 2, દેવભૂમિ દ્વારકા 1, ગાંધીનગર 1, ગીર સોમનાથ 1, જામનગર 9, જામનગર કોર્પોરેશન 9, જૂનાગઢ 2, જૂનાગઢ કોર્પોરેશન 3, કચ્છ 12, મહીસાગર 2, મહેસાણા 4, મોરબી 7, પંચમહાલ 1, પાટણ 4, રાજકોટ 4, રાજકોટ કોર્પોરેશન 9, સાબરકાંઠા 6, સુરત 4, સુરત કોર્પોરેશન 23, સુરેન્દ્રનગર 5, વડોદરા 4, વડોદરા કોર્પોરેશન 10 અને વલસાડ 3 મોત સાથે કુલ 170 લોકોના મોત થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
ગઈકાલે અમદાવાદમાં 56, અમદાવાદ કોર્પોરેશનમાં 5669, અમરેલી 188, આણંદ 124, અરવલ્લી 86, બનાસકાંઠા 224, ભરૂચ 175, ભાવનગર 124, ભાવનગર કોર્પોરેશન 233, બોટાદ 53, છોટા ઉદેપુર 69, દાહોદ 216, ડાંગ 22,દેવભૂમિ દ્વારકા 40, ગાંધીનગર 160, ગાંધીનગર કોર્પોરેશન 165, ગીર સોમનાથ 126, જામનગર 299, જામનગર કોર્પોરેશન 398, જૂનાગઢ 128, જૂનાગઢ કોર્પોરેશન 133, ખેડા 157, કચ્છ 177, મહીસાગર 166, મહેસાણા 469, મોરબી 68, નર્મદા 58, નવસારી 128, પંચમહાલ 107, પાટણ 210, પોરબંદર 47, રાજકોટ 82, રાજકોટ કોર્પોરેશન 452, સાબરકાંઠા 106, સુરત 411, સુરત કોર્પોરેશન 1858, સુરેન્દ્રનગર 262, તાપી 151, વડોદરા 229, વડોદરા કોર્પોરેશન 402 અને વલસાડ 124 કેસ સાથે કુલ 14352 કેસ નોંધાયા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 95,11,122 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 21,11,484 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,16,22,606 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના 14352 નવા દર્દીઓ નોંધાયા છે જ્યારે 7803 લોકો સ્વસ્થ થયા છે.





















