શોધખોળ કરો

Rajkot: ધોરાજી નજીક ભાજપના ધારાસભ્યની કારને નડ્યો અકસ્માત, પોલીસનો કાફલો ઘટના સ્થળે

રાજકોટ: ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાની કારનો અકસ્માત થયો છે. ધારાસભ્યની કાર ઉપલેટા રાજમાર્ગ ઉપર જઈ રહી હતી ત્યારે ગાડી વીજપોલ સાથે અથડાઈ હતી. અકસ્માત દરમ્યાન ધારાસભ્ય ગાડીમાં સવાર હતા.

રાજકોટ: જિલ્લાના ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાની કારનો અકસ્માત થયો છે. ધારાસભ્યની કાર ઉપલેટા રાજમાર્ગ ઉપર જઈ રહી હતી ત્યારે ગાડી વીજપોલ સાથે અથડાઈ હતી. અકસ્માત દરમ્યાન ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયા ગાડીમાં સવાર હતા. ધારાસભ્યની ગાડી વીજપોલમાં અથડાતા ગાડીમાં સામાન્ય નુકસાન થયું છે. જોકે કારમાં સવાર ધારાસભ્યને કોઈ ઇજા થઈ નથી. ધારાસભ્યની કારને અકસ્માત નડતા તે અંગેની જાણ ઉપલેટા પોલીસને થઈ હતી અને પોલીસની ટીમ તાત્કાલીક દોડી આવી હતી. અકસ્માત બાદ કાર ચાલી શકે તેમ ન હોવાથી ધારાસભ્યના કાફલાને અન્ય ગાડીમાં બેસાડી રવાના કર્યો હતો.

સુજલામ સુફલામ કેનાલમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર

મહીસાગર: જેઠોલી ગામની સુજલામ સુફલામ કેનાલમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે.  આ અંગે સામે આવેલી વિગત અનુસાર ગઈકાલે યુવતી ગુમ થઈ હતી. આજરોજ જેઠોલી ગામ પાસે આવેલ સુજલામ સુફલામ કેનાલમાંથી યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. બાલાસિનોર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. યુવતીએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે તેની માહિતી પોલીસ તપાસ બાદ જ સામે આવશે. 

દીંગુચા કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા

અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચને દિંગૂચા કેસ મામલે મોટી સફડતા મળી છે. પરિવારને કેનેડાથી અમેરિકા બોર્ડર પર બરફ વચ્ચે મોકલનાર  2 એજન્ટોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. વિદેશ જવાની ઘેલછામાં જીવ ગુમાવનારા મહેસાણાના ડિંગુચાનાં પરિવારના મોત મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફડતાં મળી છે.19 જાન્યુઆરી 2022 નાં રોજ કેનેડાથી અમેરિકા બોર્ડર ક્રોસ કરતા સમયે ડીંગુચાનાં પરિવારના 4 સભ્યો ઠંડીમાં થીજી જતા મોત નિપજતા હતા. જે મામલે એમ્બેસી સહિત ગુજરાત પોલીસ તપાસ કરી રહી હતી. દીંગુચાનાં પરિવારને વિદેશ મોકલનાર એજન્ટ ભાવેશ પટેલ અને યોગેશ પટેલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરી

ભાવેશ પટેલ અને યોગેશ પટેલ મૂળ ટુર્સ અને ટ્રાવેલનું કામ કરતા હતા. છેલ્લા 10 વર્ષથી બંને ગુજરાતના લોકોને વિદેશ મોકલવા એજન્ટ તરીકે કામ કરે છે. એક વ્યક્તિ દીઠ 60 થી 65 લાખ રૂપિયા લેતા હતા આ બન્ને. દિંગુચાનાં પરિવાર સહિત 11 લોકોને કેનેડાથી અમેરિકા મોકલ્યા હતા. જેમાં 7 લોકો અમેરિકા પહોંચી ગયા અને દિંગુચાનો પરિવાર માઈન્સ 30 ડિગ્રી ઠંડીમાં થીજી જતા મોતને ભેટ્યો હતો. પહેલા આ પરિવારને દુબઈ લઈ જવામાં આવ્યો ત્યાંથી ટોરેન્ટો અને વિનિપેગ થઈ અમેરિકામાં ઘુસાડવાના હતા પરંતુ વીનિપેગમાં જ બે બાળકો અને પતિ પત્નીના મોત થયા. ફેનિલ અને બીટ્ટુ પાજી નામના બે આરોપીઓ 11 કિમી બરફમાં બોર્ડર ક્રોસ કરાવી હતી. જે બંને આરોપીઓ હાલ વોન્ટેડ છે. 10 વર્ષથી એજન્ટ તરીકે કામ કરતા ભાવેશ અને યોગેશ પટેલે અનેક ગુજરાતી પરિવારને કેનેડા અને અમેરિકા મોકલ્યા છે જે મામલે હવે ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget