![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Heart Attack Death: રાજકોટમાં વધુ એક યુવકનો હાર્ટ અટેકે લીધો જીવ, ફરજ દરમિયાન થયું મૃત્યુ
રાજકોટમાં હાર્ટ એટેકના કારણે વધુ એક યુવાનનું મૃત્યુ થયું છે.રાજકોટ પોપટપરા મધ્યસ્થ જેલમાં ચાલુ ફરજ દરમિયાન એટેક આવતા સવાઈસિંહ હાલાજી સોઢા નામના જવાનનું મૃત્યુ થયું છે.
![Heart Attack Death: રાજકોટમાં વધુ એક યુવકનો હાર્ટ અટેકે લીધો જીવ, ફરજ દરમિયાન થયું મૃત્યુ due to heart attack died police employee in rajkot Heart Attack Death: રાજકોટમાં વધુ એક યુવકનો હાર્ટ અટેકે લીધો જીવ, ફરજ દરમિયાન થયું મૃત્યુ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/21/338a3a608712bf25c67055776d5415aa169786943248481_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકના અનેક કિસ્સા છાશવારે સામે આવી રહ્યાં છે. ખાસ કરીને કોરોનાકાળ બાદ નાની વયે હાર્ટ અટેકના કેસ સાથે મોતના કિસ્સા પણ વધી રહ્યાં છે. રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકથી વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. રાજકોટ પોપટપરા મધ્યસ્થ જેલમાં ચાલુ ફરજ દરમિયાન અટેક આવતા સવાઈસિંહ હાલાજી સોઢા નામના જવાનનું મૃત્યુ થયું છે.
રાજકોટમાં હાર્ટ એટેકના કારણે વધુ એક યુવાનનું મૃત્યુ થયું છે.રાજકોટ પોપટપરા મધ્યસ્થ જેલમાં ચાલુ ફરજ દરમિયાન એટેક આવતા સવાઈસિંહ હાલાજી સોઢા નામના જવાનનું મૃત્યુ થયું છે. મૃતક મૂળ નખત્રાણા પંથકના વતની હતા અને બોર્ડર વિંગ બટાલિયન-2 માં સી કંપનીમાં ફરજ બજાવતા હતા.રાજકોટમાં રોજે રોજ 1 કે 2 વ્યક્તિના હાર્ટ એટેક ના કારણે મૃત્યુ થઈ રહ્યા છે. જે ખૂબ જ ચિંતાજનક છે.
અમદાવાદમાં નાની વયે હાર્ટ અટેકથી વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે અમદાવાદના હાથીજણના પાર્ટી પ્લોટમાં રમતા 28 વર્ષિય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. યુવકને હોસ્પિટલ લઇ જાય તે પહેલા જ મોત થયું છે. યુવકને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તે ઢળી પડ્યો હતો, યુવકને તાબડતોડ હોસ્પિટલમાં પહોંચાડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જો કે સારવાર મળે પહેલા જ દુર્ભાગ્યવશ તેમનું મોત થયું હતું.
છેલ્લા થોડા સમયમાં હાર્ટ એટેકથી થયેલા મોત
તારીખઃ 15 ઓક્ટોબર 2023
સ્થળઃ ઈચ્છાપોર, સુરત
માતાજીની મૂર્તિ લઈને પરત
ફરતા સમયે હાર્ટ એટેકથી મોત
તારીખઃ 14 ઓક્ટોબર 2023
સ્થળઃ પાદરા
યુવક ઓચિંતા ઢળી પડ્યો
તારીખઃ 14 ઓક્ટોબર 2023
સ્થળઃ ગોધરા
શહેરાની કોલેજમાં કલાર્ક તરીકે ફરજ
બજાવતા યુવકનું હૃદયરોગના હુમલાથી મોત
તારીખઃ 13 ઓક્ટોબર 2023
સ્થળઃ ભુજ સ્વામિનારાયણ મંદિર
મોડાસા માર્કેટયાર્ડના સેક્રેટરી ઘનશ્યામભાઈ
ભટ્ટનું મંદિરમાં દર્શન વખતે ઢળી પડ્યા
તારીખઃ 13 ઓક્ટોબર 2023
સ્થળઃ વડોદરા
કારેલીબાગના 26 વર્ષીય યુવકનું
હાર્ટ એટેકથી નિધન
તારીખઃ 12 ઓક્ટોબર 2023
સ્થળઃ ઓલપાડ
42 વર્ષીય રત્નકલાકાર વિપુલભાઈ હિંચકા પર
બેઠા હતા અને હૃદયરોગનો હુમલો આવ્યો
તારીખઃ 12 ઓક્ટોબર 2023
સ્થળઃ સુરત
સુરતના વેસુમાં કલર કામ કરતા યુવકને
છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને હાર્ટ એટેક આવ્યો
તારીખઃ 10 ઓક્ટોબર 2023
સ્થળઃ જામનગર
ધો. 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું યોગા
દરમિયાન હાર્ટ એટેક આવતા મોત
તારીખઃ 5 ઓક્ટોબર 2023
સ્થળઃ સુરત
પ્રિ-નવરાત્રિ નિમિતે ગરબા રમતા 26 વર્ષીય
યુવકનું હાર્ટ એટેકથી થયું નિધન
તારીખઃ 25 સપ્ટેમ્બર 2023
સ્થળઃ જામનગર
ગરબાની પ્રેકટિસ દરમિયાન 19 વર્ષીય યુવકને
હાર્ટ એટેક આવતા સારવાર પહેલા થયું મોત
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)