શોધખોળ કરો
Advertisement
જસદણ વિધાનસભાની પેટાચૂંટણીની તારીખોની જાહેરાત સોમવારે થઇ શકે છે
ગાંધીનગરઃ રાજકોટ જસદણ વિધાનસભા પર યોજાનારી પેટાચૂંટણીનો કાર્યક્રમ સોમવારે જાહેર થઇ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પેટાચૂંટણી માટે 7 અથવા 9 ડિસેમ્બરના રોજ મતદાન થઇ શકે છે. ઉપરાંત 11 ડિસેમ્બરના રોજ પેટાચૂંટણીના પરિણામોની જાહેરાત કરવામાં આવી શકે છે.
જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજય મેળવવા માટે ભાજપ અને કોગ્રેસ કમરકસી લીધી છે. ભાજપ તરફથી મંત્રી કુંવરજી બાવળિયા ઉમેદવાર છે. મંત્રી કુંવરજી બાવળિયાને જીતાડવા માટે સૌરાષ્ટ્રના બે મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ સાંસદ મોહન કુંડારિયા તેમજ કોળી સમાજના દિગ્ગજ નેતા હિરાભાઇ સોલંકી સહિત 13 નેતાઓની ફોજ ભાજપે મેદાનમાં ઉતારી છે.
તો બીજી તરફ કોગ્રેસમાં હજુ ઉમેદવારને લઇને જૂથવાદ ચાલી રહ્યો હોવાનું માનવામાં આવે છે. સૂત્રોના મતે કોગ્રેસ ભોળાભાઇ ગોહિલ અને અવચર નાકિયાના નામ પર વિચાર કરી રહી છે. સૂત્રોના મતે ભાજપના કુંવરજી બાવળિયા સામે કોગ્રેસ તરફથી ભોળાભાઈ ગોહિલનું નામ નિશ્ચિત હોવાનું મનાઈ રહ્યું છે.પરંતુ હાલમાં કોગ્રેસમાં ઉમેદવારને લઇને જંગ ચાલી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion