શોધખોળ કરો
Advertisement
ગોંડલ નેકનામ મહારાજા જ્યોતીન્દ્રસિંહજીનું નિધન થયું
મહારાજા સાહેબના નિધનને લઈ નગરપાલિકા કચેરી , કોલેજ સહિતની સંસ્થાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.
રાજકોટ: ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીના પ્રપૌત્ર નેકનામદાર મહારાજા જ્યોતીન્દ્રસિંહજી સાહેબ ઓફ ગોંડલનું સોમવાર સવારે 9 વાગ્યે હજુર પેલેસ ખાતે તબિયત નાદુરસ્ત થવા પામી હતી આ દરમિયાન જ તેમને હૃદયનો તીવ્ર હુમલો આવતા 84 વર્ષની વયે તેમનું નિધન થયું છે.
મહારાજ સાહેબના નિધનથી રાજવી પરિવાર સાથોસાથ ગોંડલ રાજ્યમાં પણ ઘેરો શોક ફેલાઈ જવા પામ્યો હતો. મહારાજા સાહેબના નિધનને લઈ નગરપાલિકા કચેરી , કોલેજ સહિતની સંસ્થાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. રાજવી પરિવાર દ્વારા દરબારગઢ મોટી બજાર ખાતે સાંજે ૪ થી ૫ દરમ્યાન અંતિમ દર્શન રાખવામાં આવ્યા છે ત્યારે બાદ ત્યાંથી સ્મશાન યાત્રા નીકળશે. મહારાજા સર ભગવતસિંહજીની ત્રીજી પેઢીએ જ્યોતીન્દ્રસિંહજી પ્રપૌત્ર હતા, ભગવતસિંહજી ના પુત્ર ભોજરાજસિંહજી તેમના પુત્ર વિક્રમસિંહજી અને તેમના પુત્ર જ્યોતેન્દ્રસિંહજી હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
અમદાવાદ
ઓટો
Advertisement