શોધખોળ કરો
હવે સિંગતેલના ભાવમાં ભડકો, એક દિવસમાં 30 રૂપિયા વધીને ક્યાં પહોંચ્યો ભાવ ? જાણો 12 દિવસમાં ડબ્બે કેટલા વધી ગયા ?
સીંગતેલમાં ડબ્બે 30 રૂપિયાનો વધારો થયો છે. તેમજ છેલ્લા 12 દિવસમાં 125 રૂપિયા જેટલો વધારો ઝિંકાયો છે. હાલ તેલના ડબ્બાનો ભાવ 2260 રૂપિયાએ પહોંચ્યો છે.
રાજકોટઃ અત્યારે માતાજીની નવલી નવરાત્રિ ચાલી રહી છે અને હવે દિવાળી નજીક આવી રહી છે, ત્યારે તહેવારોની સિઝનમાં સિંગતેલના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકાયો છે. સીંગતેલમાં ડબ્બે 30 રૂપિયાનો વધારો થયો છે. તેમજ છેલ્લા 12 દિવસમાં 125 રૂપિયા જેટલો વધારો ઝિંકાયો છે. હાલ તેલના ડબ્બાનો ભાવ 2260 રૂપિયાએ પહોંચ્યો છે.
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી બટેટા અને ડુંગળીના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. જીવનજરૂરી વસ્તુઓના ભાવ સતત વધવાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. એટલું જ નહીં, પેટ્રોલ-ડિઝલના ભાવ પણ ઊંચા હોવાથી સામાન્ય લોકોનું બજેટ ખોરવાયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement