GST Raids: રાજકોટમાં મોબાઇલના વેપારીઓને ત્યાં GSTના દરોડા, બિલ વિના કરતાં હતા મોબાઇલનું વેચાણ
રાજ્યભરમાં GST વિભાગે દરોડાની કાર્યવાહી શરૂ કરી છે, આ દરોડાની કાર્યવાહી ખાસ કરીને મોબાઇલ વિક્રેતાઓ અને મોબાઇલના વેપારીઓ પર કરવામાં આવી રહી છે
GST Raids: રાજ્યભરમાં GST વિભાગે દરોડાની કાર્યવાહી શરૂ કરી છે, આ દરોડાની કાર્યવાહી ખાસ કરીને મોબાઇલ વિક્રેતાઓ અને મોબાઇલના વેપારીઓ પર કરવામાં આવી રહી છે. હાલમાં જ સમાચાર મળી રહ્યા છે. GSTએ રાજકોટમાં ત્રણ મોટા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા છે, આ તમામ વેપારીઓ બિલ વિના મોબાઇલ ફોનનું વેચાણ કરતાં હોવાનું ખુલ્યુ છે. બૉગસ બિલિંગને લઇને GSTની ટીમે રાજ્યમાં ઠેર ઠેર તપાસ કરી રહી છે.
રાજ્યભરમાં મોબાઇલના 79 ધંધાર્થીઓનું 22 કરોડનું બૉગસ બિલિંગ કૌભાંડ સામે આવ્યુ છે. આ અંતર્ગત આજે રાજકોટમાં 2 વેપારીઓને ત્યાં GST વિભાગના દરોડા પડ્યા હતા, આ દરમિયાન તપાસમાં બિલ વગર મોબાઇલનું વેચાણ કરતાં હોવાનું ખુલ્યુ હતુ. ખાસ વાત છે કે, રાજ્યભરમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જુનાગઢ, વડોદરા, મહેસાણામાં GSTની ટીમે દરોડાની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન સ્ટેટ જીએસટી ટીમે 500થી વધુ મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. થોકબંધ સાહિત્ય જપ્ત કર્યા બાદ હવે કરચોરીનો આંકડો વધવાની પુરેપુરી શક્યતા સેવાઇ રહી છે.
આ પહેલા પણ જીએસટી વિભાગે કરી હતી દરોડાની કાર્યવાહી
રાજ્યના નવ શહેરોમાં GST વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. 25 વેપારીઓને ત્યાં GST વિભાગે દરોડા પાડ્યા છે. 46 સ્થળ પર તપાસ હાથ ધરીને કુલ 4 કરોડની કરચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. GSTનું રજિસ્ટ્રેશન લીધા બાદ ટર્ન ઓવર છુપાવીને ગેરકાયદે રીતે કોમ્પોઝિસન સ્કીમનો લાભ લઈ રહેલા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.
કોમ્પોઝિસન સ્કીમમાં જોડાયા બાદ વેપારીઓ અન્ય મોડસ ઓપરેન્ડીના સહારે GST ચોરી કરવામાં આવતું હોવાને ધ્યાનમાં આવ્યુ હતું. એટલું જ નહીં અનેક વેપારીઓએ GSTનું રજિસ્ટ્રેશન મેળવવું ફરજિયાત છે. તેમ છતા કોઈ રજિસ્ટ્રેશન મેળવ્યું નથી.
જ્યારે કેટલાક વેપારીઓને વેરાશાખ મળવા પાત્ર ન હોવા છતા GST ન ભરવો પડે તે માટે વેરાશાખ લઈ રહ્યા છે. જેમાં ગ્રાહકોને સીધો માલ આપતા વેપારીઓનો સમાવેશ થાય છે. મોબાઈલ એસેસરીઝ,રેડી ટુ ઈટ ફૂટ, કોસ્મેસ્ટિક, હેર ટ્રાંસપ્લાટં સર્વિસસ સાથે જોડાયેલા વેપારીઓને ત્યાં દરોડા પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે હજુ પણ કરચોરીનો આંક વધે તેવી પૂરેપૂરી શક્યતા છે.
અલગ-અલગ જિલ્લાઓમાં 25 વેપારીઓના 46 સ્થળો ખાતે દરોડા પડતા પ્રાથમિક તપાસમાં આવા વ્યવહારો ઉપર અત્યાર સુધીમાં કુલ 4 કરોડની કરચોરી ધ્યાને આવી છે. GST વિભાગે કરેલી તપાસમાં B2C સેગમેન્ટ એટલે કે મોટાભાગે સીધા ઉપભોકતાઓને માલ -સેવા પુરી પાડતા વિવિધ સેકટરના વેપારીઓ કરચોરી કરતા પકડાયા છે. GST વિભાગ દ્વારા વિવિધ સેક્ટરોમાં હાલમાં ટ્રેડ પ્રેકટીસનો અભ્યાસ કરવામાં આવે છે. જેના આધારે વેપારીઓ દ્વારા કરચોરી કરવા અપનાવાતી વિવિધ મોડસ ઓપરેન્ડી શોધી કાઢી આવા ટેક્ષ પેયરોનું સીસ્ટમ આધારીત ટેક્ષ પ્રોફાઇલીંગ કરવામાં આવે છે. આ તપાસ દરમ્યાન ધ્યાને આવ્યું છે કે B2C સેગમેન્ટમાં અમુક વેપારીઓ જીએસટી રજીસ્ટ્રેશન મેળવ્યા બાદ ટર્નઓવર છુપાવી ગેરકાયદેસર રીતે કમ્પોઝીશન સ્કીમનો લાભ લઇ અથવા તે સિવાય પણ કરચોરી કરે છે.
તહેવારો પહેલા રાજ્યભરના 46 સ્થળો પર GST વિભાગના દરોડા પડ્યા છે. GST નંબર હોવા છતા ટેક્સ ન ભર્યા હોવાથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અલગ-અલગ શહેરોમાં વેપારીઓને ત્યાં આ પ્રકારો દરોડા પડતા વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.