શોધખોળ કરો
સૌરાષ્ટ્રમાં પહેલા વરસાદે જ છોતરા કાઢી નાખ્યા: અમરેલી, ભાવનગર, જૂનાગઢ જળબંબાકાર, નદીઓ ગાંડીતૂર થતાં જનજીવન અસ્તવ્યસ્ત
Gujarat Rain: આગામી 20 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી; કોઝ વે ધોવાયા, રસ્તાઓ બંધ, ગામડાઓમાં પાણી ઘૂસ્યા, અનેક વિસ્તારોમાં વીજળી ગુલ.
Heavy rains in Saurashtra: હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.
1/5

આગામી 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે આજે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
2/5

ખાસ કરીને અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લાને મેઘરાજાએ ધમરોળી નાખ્યા છે. આ જિલ્લાઓમાં અનરાધાર વરસાદને કારણે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, તો ક્યાંક નદીઓના પાણી ગામડાઓમાં ઘૂસી ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
3/5

મેઘરાજાની આ ધમાકેદાર બેટિંગથી જાણે કે કલાકોમાં જ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદના કારણે અનેક કોઝ વે ધોવાઈ ગયા છે, જ્યારે ઘણા રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે, જેથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.
4/5

આ ઉપરાંત, અનેક વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે, જ્યારે કેટલાક મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
5/5

જોકે, આ બધાની વચ્ચે એક રાહતની વાત એ છે કે અંગ દઝાડતી ગરમી અને અસહ્ય બફારામાંથી લોકોને મોટી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
Published at : 16 Jun 2025 07:07 PM (IST)
આગળ જુઓ





















