સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં 30 એપ્રિલ સુધી શનિ-રવિવારે સ્વૈચ્છિક લોકડાઉન, રાત્રે 8 વાગ્યાથી દરરોજ જનતા કરફ્યુ
રાજકોટ જિલ્લાના જેતપુરમાં આજથી 30 એપ્રિલ સુધી શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો ફેંસલો કર્યો છે. આજે વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. 30 એપ્રિલ સુધી રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી સ્વૈચ્છિક જનતા કરફ્યુ રાખવા પણ અપીલ કરી હતી.
રાજકોટઃ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોનાના કેસ ચિંતાજનક (Gujarat Corona Cases) રીતે વધી રહ્યા છે. રાજ્યના અનેક ગામડા, શહેરોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકે તે માટે સ્વયંભૂ લોકડાઉન (Self Lockdown) કરી રહ્યા છે. આ દરમિયાન રાજકોટ જિલ્લાના જેતપુરમાં આજથી 30 એપ્રિલ સુધી શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન (Weekend Lockdown) રાખવાનો ફેંસલો કર્યો છે. આજે વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા.
સ્વૈચ્છિક લોકડાઉનમાં 80 ટકા વેપારીઓ જોડાયા હતા. વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે ચેમ્બર ઓફ કોમર્સ (Chamber of Commerce), વેપારી એસોસિએશને નિર્ણય લીધો હતો. 30 એપ્રિલ સુધી રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી સ્વૈચ્છિક જનતા કરફ્યુ (Janta Curfew) રાખવા પણ અપીલ કરી હતી.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
ગુજરાતમાં કોરોનાનો સૌપ્રથમ કેસ ગત વર્ષે ૧૮ માર્ચના નોંધાયો હતો અને કુલ કેસનો આંક ૫ હજાર સુધી પહોંચવામાં ૪૫ દિવસનો સમય થયો હતો. પરંતુ હવે સ્થિતિ એ હદે ભયાવહ થઇ ગઇ છે કે ૨૪ કલાકમાં જ કોરોનાના ૫ હજાર કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાએ વધુ એક સપાટી વટાવતા ૫,૦૧૧ નવા કેસ સામે આવ્યા છે. આમ, રાજ્યમાં હાલ પ્રતિ કલાકે સરેરાશ ૨૦૯ નવા કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ, સુરતમાં ૧૬-૧૬ સહિત કુલ ૪૯ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાથી નોંધાયેલો આ સર્વોચ્ચ મરણાંક છે. ગુજરાતમાં કુલ કેસનો આંક ૩,૪૨,૦૨૬ -કુલ મરણાંક ૪,૭૪૬ છે અને આ પૈકી છેલ્લા ૧૦ દિવસમાં ૩૪,૩૨૮ કેસ-૨૨૭ મૃત્યુ થયા છે.
ગુજરાતમાં એક દિવસમાં કોરોનાથી સૌથી વધારે મોત કઈ તારીખે
5 મે, 2020 અને 10 એપ્રિલ 2021ના રોજ રાજ્યમાં કોરોનાથી 49-49 મોત થયા હતા. જે રાજ્યમાં નોંધાયેલા સર્વોચ્ચ મોતનો આંકડો છે. જે પછી9 એપ્રિલિ 2021ના રોજ 42, 11 જૂન 2020ના રોજ 38, 18 મે 2020ના રોજ 35, 5 જૂન 2020ના રોજ 35 અને 8 એપ્રિલ 2021ના રોજ 35 લોકોના મોત થયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 78,71,091 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 10,31,634 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 89, 027,25 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
નોંધાયેલા કેસ |
મોત |
10 એપ્રિલ |
5011 |
49 |
9 એપ્રિલ |
4541 |
42 |
8 એપ્રિલ |
4021 |
35 |
7 એપ્રિલ |
3575 |
22 |
6 એપ્રિલ |
3280 |
17 |
5 એપ્રિલ |
3160 |
15 |
4 એપ્રિલ |
2875 |
14 |
3 એપ્રિલ |
2815 |
13 |
2 એપ્રિલ |
2640 |
11 |
1 એપ્રિલ |
2410 |
9 |
કુલ કેસ અને મોત |
34,382 |
227 |