શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Election 2022: રાજકોટમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ભવ્ય રોડ શો
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજકોટમાં ઉમેદવારોના સમર્થનમાં ભવ્ય રોડ શો કર્યો છે.
Gujarat Election 2022: રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજકોટમાં ઉમેદવારોના સમર્થનમાં ભવ્ય રોડ શો કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલના રોડશોમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
AAP ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રીશ્રી અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે રોડ શો #LIVE https://t.co/zeY9FqtJH9
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 6, 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ હાલ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. રાજકોટ આવ્યા એ પહેલા દિલ્લીના મુખ્યમંત્રી તથા 'આપ'ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો વાંકાનેર ખાતે ભવ્ય રોડ-શો યોજાયો હતો. કેજરીવાલના રોડ શોમાં મોટી સંખ્યામાં આપના સમર્થકો હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો રાજકોટમાં રોડ-શો યોજાયો હતો. શહેરની કોઠારિયા ચોકડીથી સોરઠિયાવાડી સર્કલ સુધી કેજરીવાલનો રોડ-શો યોજાયો હતો. રોડ-શોના રૂટમાં લોકોએ કેજરીવાલ પર ફૂલનો વરસાદ કર્યો હતો.
અરવિંદ કેજરીવાલ આજે વાંકાનેર, ચોટીલા અને બાદમાં રાજકોટમાં રોડ-શો યોજાયો હતો. રાજકોટના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમજ પાર્ટીના ઝંડા સાથે લોકો રોડ-શો દરમિયાન જોવા મળ્યા હતા. અરવિંદ કેજરીવાલે પણ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રાજકોટના બે ઉમેદવાર શિવલાલ બારસીયા અને વશરામ સાગઠિયા પણ રોડ-શોમાં જોડાયા હતા. રોડ-શોમાં મહિલાઓ પણ જોડાઈ હતી.
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગઈકાલે રાજકોટ આવ્યા હતા. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ પાર્ટીમાં હતા ત્યારે કંઈ નહોતા બોલતા હવે તેઓ પાર્ટી છોડી એટલે બોલી રહ્યા છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનવું હતું, પંરતુ ઈસુદાન ગઢવી મુખ્યમંત્રી પદ માટે જાહેર થયા એટલે તેમને તકલીફ પડી.
રાજભા ઝાલા પક્ષ છોડી શકે છે
વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગી શકે છે. ઇંદ્રનીલ રાજ્યગુરુ બાદ રાજભા ઝાલા પણ આમ આદમી પાર્ટી છોડી શકે છે. બે દિવસ પહેલા જ રાજભા ઝાલાએ આરોપ લગાવ્યો હતો કે 'આમ આદમી પાર્ટીમાં નવા નેતા આવે એટલે જૂના નેતાને સાઈડલાઈન કરાય છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર, રાજભા ઝાલાએ ગઈકાલે સમર્થકોની બેઠક બોલાવી અને 14 નવેમ્બર પછી AAP પાર્ટીને અલવિદા કહેશે તેવું બેઠક બાદ નક્કી કરાયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion