શોધખોળ કરો

Gujarat Election: ગોલ્ડ અને હીરાના દાગીના, 1.5 કરોડ રૂપિયાની ગાડીઓની માલિક છે રવિન્દ્ર જાડેજાની પત્ની, આ બેઠક પરથી લડી રહી છે ચૂંટણી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્નીને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્નીને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. જાડેજાના પત્ની રિવાબા જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી ટિકિટ ચૂંટણી લડી રહ્યા છે. રિવાબાએ 14 નવેમ્બરે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું, જે દરમિયાન તેમણે એફિડેવિટ પણ ફાઈલ કરી હતી. એફિડેવિટમાં રિવાબા જાડેજાએ પોતાની મિલકતોની જાણકારી આપી છે.

દાખલ કરાયેલી એફિડેવિટ મુજબ રિવાબા જાડેજા કરોડો રૂપિયાની સંપત્તિની માલિક છે. જાડેજા દંપતી પાસે 97 કરોડ રૂપિયાની સંપત્તિ છે જેમાં કરોડો રૂપિયાની જમીન સાથેનું આલિશાન ઘર પણ સામેલ છે. રિવાબાએ જણાવ્યું હતું કે તેની અને તેના પતિ પાસે એક કરોડ રૂપિયાના દાગીના છે. રવિન્દ્ર જાડેજા ભારતનો એક મોટો ક્રિકેટર છે. ક્રિકેટ સિવાય તે ઘણી બ્રાન્ડ્સને પણ એન્ડોર્સ કરે છે જેમાંથી તે કમાણી કરે છે. રવિન્દ્ર જાડેજાએ વર્ષ 2021-22માં 18.56 કરોડ રૂપિયાની કમાણી દર્શાવી હતી.

એફિડેવિટમાં રીવાબાએ જણાવ્યું હતું કે તેમની અને તેમના પતિ રવિન્દ્ર જાડેજાની કુલ 97 કરોડની સંપત્તિ છે. રિવાબા પાસે 62.35 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ છે જ્યારે રવિન્દ્ર જાડેજા પાસે 37.43 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે. આ સિવાય જો તેમના પરિવારની જંગમ સંપત્તિની વાત કરીએ તો તે 26.25 કરોડ રૂપિયા છે. રવિન્દ્ર જાડેજા પાસે 33 કરોડ 5 લાખ રૂપિયાથી વધુની સ્થાવર સંપત્તિ છે. જેમાં ખેતીની જમીન, કોમર્શિયલ પ્લોટ, રહેણાંક પ્લોટ અને તેમના આલીશાન મકાનનો સમાવેશ થાય છે.

રિવાબા પાસે 34.80 લાખની કિંમતનું સોનું

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પાસે પણ સોના, ચાંદી અને હીરાનો ખજાનો છે. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે રિવાબા પાસે 34.80 લાખ રૂપિયાના સોનાના ઘરેણા, 14.80 લાખ રૂપિયાના હીરા અને 8 લાખ રૂપિયાના ચાંદીના ઘરેણા છે. જ્યારે રવિન્દ્ર જાડેજા પાસે 23.43 લાખની કિંમતના સોનાના દાગીના છે. આ સિવાય તેમની પાસે દોઢ કરોડ રૂપિયાની કિંમતના મોંઘા વાહનો છે. નોંધનીય છે કે 182 સભ્યોની ગુજરાત વિધાનસભા માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે, જ્યારે મતગણતરી 8 ડિસેમ્બરે થશે.

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Embed widget