શોધખોળ કરો

Gujarat Election: રાજકોટ જિલ્લાની તમામ બેઠકો પર જાણો કેટલા ટકા થયું મતદાન

અત્યાર સુધીના મતદાનની વાત કરીએ તો રાજકોટ  શહેરની રાજકોટ પૂર્વ બેઠક પર 48 ટકા મતદાન થયું છે. રાજકોટ ગ્રામ્ય બેઠક પર 50 ટકાથી વધારે મતદાન થયું છે.  

રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન ચાલુ છે. મતદાન સાંજે 5.00 વાગ્યા સુધી ચાલશે. આ મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બનશે. આ બેઠકો પર 788 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે.   રાજકોટ જિલ્લામાં મતદાન ચાલુ છે. અત્યાર સુધીના મતદાનની વાત કરીએ તો રાજકોટ  શહેરની રાજકોટ પૂર્વ બેઠક પર 48 ટકા મતદાન થયું છે. રાજકોટ ગ્રામ્ય બેઠક પર 50 ટકાથી વધારે મતદાન થયું છે.  રાજકોટ શહેરની દક્ષિણ બેઠક પર 44 ટકા મતદાન થયું છે. જ્યારે રાજકોટ પશ્ચિમ બેઠક પર  43 ટકા મતદાન થયું છે. 

રાજકોટ જિલ્લાની બેઠકોની વાત કરવામાં આવે તો  ગોંડલ બેઠક પર 49 ટકા મતદાન થયું છે. જસદણ બેઠક પર 46.50 ટકા મતદાન થયું છે.  જેતપુર બેઠક પરથી 50.50 ટકા મતદાન થયું છે.  ધોરાજી બેઠક પર 45 ટકા મતદાન થયું છે.  

19 જિલ્લાની આ 89 બેઠક પર થઈ રહ્યું છે પ્રથમ તબક્કાનું મતદાન

  • કચ્છ જિલ્લો : બેઠકોના નામ : અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર
  • સુરેન્દ્રરનગર જિલ્લો : બેઠકોના નામ : દસાડા (SC), લીમડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા
  • મોરબી જિલ્લો : બેઠકોના નામ : મોરબી, ટંકારા, વાંકાનેર
  • રાજકોટ જિલ્લો : બેઠકોના નામ : રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્વિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય  જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી
  • જામનગર જિલ્લો : બેઠકોના નામ : કાલાવડ, જામનગર (ગ્રામ્ય), જામનગર (ઉત્તર), જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, પોરબંદર
  • દેવભૂમિ દ્વારકા જિલ્લો : બેઠકોના નામ : ખંભાળિયા, દ્વારકા, પોરબંદર
  • પોરબંદર જિલ્લો : બેઠકોના નામ : કુતિયાણા, માણાવદર
  • જૂનાગઢ જિલ્લો : બેઠકોના નામ : જૂનાગઢ, વીસાવદર, કેશોદ, માંગરોળ
  • ગીર-સોમનાથ જિલ્લો : બેઠકોના નામ : સોમનાથ, તલાલા, કોડિનાર, ઉના
  • અમરેલી જિલ્લો : બેઠકોના નામ : ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા
  • ભાવનગર જિલ્લો : બેઠકોના નામ : મહુવા, તળાજા, ગારિયાધર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્વિમ
  • બોટાદ જિલ્લો : બેઠકોના નામ : ગઢડા (SC), બોટાદ
  • નર્મદા જિલ્લો : બેઠકોના નામ : નાંદોદ (ST), દેડિયાપાડા (ST)
  • ભરૂચ જિલ્લો : બેઠકોના નામ : જંબુસર, વાગરા, ઝઘડિયા (ST), ભરૂચ, અંકલેશ્વર
  • સુરત જિલ્લો : બેઠકોના નામ : ઓલપાડ, માંગરોળ (ST), માંડવી, કામરેજ, સૂરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ, લિંબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત પશ્ચિમ, ચોર્યાસી, બારડોલી (SC), મહુવા ST
  • તાપી જિલ્લો : બેઠકોના નામ : વ્યારા (ST), નિઝર (ST)
  • ડાંગ જિલ્લો : બેઠકોના નામ : ડાંગ (ST)
  • નવસારી જિલ્લો : બેઠકોના નામ: જલાલપોર, નવસારી, ગણદેવી, વાંસદા (ST)
  • વલસાડ જિલ્લો : બેઠકોના નામ : ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા, ઉમરગામ (ST)

13 બેઠક SC, 27 બેઠક ST સહિત કુલ 40 બેઠક અનામત

ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 40 બેઠકો અનામત છે. જેમાં 13 બેઠકો અનુસૂચિત જાતિ (SC) માટે અને 27 બેઠક અનુસૂચિત જનજાતિ ( ST) અનામત રહેશે. ગતા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 99 અને કોંગ્રેસને 77 બેઠક મળી હતી, જ્યારે BTPને 2 સીટ અને 4 સીટ પર અપક્ષ જીત્યા હતા.

2017ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાંથી ભાજપને 23, કોંગ્રેસને 30 બેઠક મળી હતી

સૌરાષ્ટ્ર-કચ્છની કુલ 54 વિધાનસભા બેઠક છે. જેમાંથી ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 23 બેઠક મળી હતી. જ્યારે, ૩૦ બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થયો હતો. એકમાત્ર NCPને મળી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
Embed widget