શોધખોળ કરો
વડોદરા-રાજકોટમાં તહેવારોને લઈ આરોગ્ય વિભાગે મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં પાડ્યા દરોડા
દિવાળીના તહેવારોને લઈ રાજકોટમાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. સતત બીજા દિવસે આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા છે.

રાજકોટ: દિવાળીના તહેવારોને લઈ રાજકોટમાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. સતત બીજા દિવસે આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા છે. રૈયા વિસ્તારમાં ગિરિરાજ ફરસાણ અને મીઠાઈની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ સાથે જ અલગ-અલગ 16 દુકાનોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તેલની ચકાસણી મનપાના અધિકારીઓ દ્વારા કરાશે. બે દિવસમાં અલગ-અલગ 16 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. તેલની ચકાસણી મનપાના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. જો કે આરોગ્ય વિભાગને અખાદ્ય જથ્થો મળ્યો ન હતો. વડોદરામાં પણ આરોગ્ય વિભાગની ટીમે ફરસાણના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા છે. ફરસાણના વેપારીઓના ત્યાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા છે. સાથે જ અલગ અલગ ત્રણ ટીમો શહેરમાં ચેકિંગ કર્યું છે. માંજલપુરમાં આવેલી ક્રિષ્ના ફરસાણની દુકાનમાંથી અખાદ્ય ફરસાણનો જથ્થો નાશ કરાયો છે. આ સાથે જ સેમ્પલ લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારો નજીક છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ટીમ બનાવી અલગ-અલગ મીઠાઈની દુકાનો અને ફરસાણવાળાઓને ત્યાં દરોડ પાડવામાં આવી રહ્યા છે.
વધુ વાંચો





















