શોધખોળ કરો

સૌરાષ્ટ્રની કઈ નદીમાં રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું? નદીમાં પૂરની સ્થિતિ સર્જાતાં કાંઠાના વિસ્તારોમાં ઘૂસ્યા પાણી

ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે રાજકોટની આજી નદીમાં પાણીની ભારે આવક થઈ છે. આજી નદીની જળ સપાટી વધતા રામનાથ મંદિર પાસેથી પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે

ઉપરવાસ અને રાજકોટમાં સતત પડી રહેલા ભારે વરસાદને પગલે આજી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીમાં પૂર આવતાં નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. જેને કારણે અનેક લોકોને સલમાત સ્થળે ખસેડ્યા છે. આજી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં અધિકારીઓ સહિતનો કાફળો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બચાવ કાર્યમાં લાગી ગયો હતો. ત્યારે આગામી બે દિવસ ગુજરાતમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે જેને પગલે પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેમ નથી. ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે રાજકોટની આજી નદીમાં પાણીની ભારે આવક થઈ છે. આજી નદીની જળ સપાટી વધતા રામનાથ મંદિર પાસેથી પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. ફાયર વિભાગની ટીમે આસપાસના લોકોને નદી કાંઠે ન જવા માટે સૂચના આપી છે. 6 જેટલી ટીમે ભગવતી પરા, રામનાથ પરા, થોરાળા વિસ્તારમાં જઈ લોકોને નદી કાંઠે ન જવા માટે સૂચના આપી છે. નદીની આસપાસ રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જ્યારે નદીના પાણી આસપાસની શેરીમાં ફરી વળ્યાં છે. નદી કાંઠે રહેતા અંદાજે 400 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નદી કાંઠે કોઈ જાય નહીં તે માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પાણીના ધસમસતા પ્રવાહના કારણે રામનાથ મંદિર પાસે સોસાયટીમાં મોટો ખાડો પડ્યો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની સમાચાર નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

Embed widget