શોધખોળ કરો
જામનગરમાં બારે મેઘ ખાંગાઃ કાલાવાડમાં 1 જ કલાકમાં ખાબક્યો 3 ઇંચ વરસાદ, જાણો વિગત
કાલાવડમાં છેલ્લી 1 કલાકમાં જ ૩ ઇંચ વરસાદ ખાબકી ગયો છે. જામનગર શહેરમાં પણ છેલ્લી એક કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો.
![જામનગરમાં બારે મેઘ ખાંગાઃ કાલાવાડમાં 1 જ કલાકમાં ખાબક્યો 3 ઇંચ વરસાદ, જાણો વિગત heavy rainfall in Jamnagar, 3 inch rain in one hour in Kalawad જામનગરમાં બારે મેઘ ખાંગાઃ કાલાવાડમાં 1 જ કલાકમાં ખાબક્યો 3 ઇંચ વરસાદ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/30195004/Jamnagar-rain.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
જામનગરઃ સૌરાષ્ટ્રમાં આજે કેટલાક જિલ્લામાં ધોધમાર વરસાદનો પ્રારંભ થયો છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. કાલાવડમાં છેલ્લી 1 કલાકમાં જ ૩ ઇંચ વરસાદ ખાબકી ગયો છે. જામનગર શહેરમાં પણ છેલ્લી એક કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ધ્રોલમાં છેલ્લી ચાર કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. તો જોડીયામાં ચાર કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.
ભારે બફારા પછી રાજકોટના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. સૌરાષ્ટ્રમાં સાંજ સુધી ભારે વરસાદની આગાહી વચ્ચે અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ જિલ્લાઓમાં પણ જબરદસ્ત વરસાદી માહોલ જામ્યો છે. ગાજવીજ સાથે શહેરમાં વરસાદનું આગમન થયું છે. શહેરના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.
રાજકોટના યાજ્ઞિક રોડ પર વરસાદ પડી રહ્યો છે. વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાયા છે. રૈયા ચોકડી વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. સરધાર અને આજુબાજુના અમુક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે.
રાજકોટના ગોંડલ પંથકમાં પણ વરસાદ શરૂ થયો છે. ગોંડલના દેરડી, સાળથલી, વાસાવડ સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)