શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ મોટા શહેરમાં કોરોનાથી થયાં એટલાં મોત કે સ્મશાનમાં પણ છે વેઈટિંગ, જ્યંતિ રવિએ શું કહ્યું ?
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ સમગ્ર મામલે કબૂલાત કરતા જણાવ્યું કે, કોર્પોરેશન સાથે સ્મશાન ગૃહ બાબતે ચર્ચા થઈ છે. સ્મશાન ગૃહ માટે વ્યવસ્થાઓ વધારવામાં આવશે.
રાજકોટઃ રાજકોટ માટે સૌથી મોટા ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટ કોવિડ હૉસ્પિટલ બહાર મૃતદેહોની કતાર લાગી છે. માત્ર 15 મિનિટમાં જ હોસ્પિટલ બહાર ત્રણ મૃતદેહ નીકળ્યા હતા. કોવિડ હોસ્પિટલ બહાર એક પછી એક મૃતદેહો નીકળતા મૃતકના પરિવારોનો આક્રંદ જોવા મળ્યો અને પરિવારના સભ્યો પ્રશાસન વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો.
રાજકોટ કોવિડ હોસ્પિટલ બહાર મૃતદેહોની કતારને લઈને ABP અસ્મિતાના અહેવાલ બાદ પ્રશાસન હરકતમાં આવ્યું છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ સમગ્ર મામલે કબૂલાત કરતા જણાવ્યું કે, કોર્પોરેશન સાથે સ્મશાન ગૃહ બાબતે ચર્ચા થઈ છે. સ્મશાન ગૃહ માટે વ્યવસ્થાઓ વધારવામાં આવશે.
દર્દીઓના સ્વજનોનો આરોપ છે કે મૃત્યુ અંગે યોગ્ય જાણકારી ન મળી, તો બીજી તરફ અંતિમ સંસ્કાર કરનાર વ્યક્તિનો દાવો છે કે સ્મશાન ગૃહમાં છેલ્લા 12 કલાકમાં 14 મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા. મૃતદેહોના પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર કરાયા હોવાનો દાવો કરાયો છે. જોકે, જેમના અંતિમ સંસ્કાર કરાયા એ કોરોનાના જ દર્દી હતા કે નહીં, તેની કોઈ પુષ્ટી નથી.
દર્દીઓના સગાઓએ કહ્યું હતું કે તેમના સ્વજનો મૃત્યુ થઈ ગયાની જાણ આજે સવારે પાંચ વાગ્યે કરવામાં આવી હતી. જોકે તેઓ સિવિલ ખાતે પહોંચ્યા ત્યારે તેમને કોઈ યોગ્ય જાણકારી આપવામાં આવી નથી. તેમજ સ્વજનોએ તંત્ર સામે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ રાજકોટના રામનાથપરા સ્મશાનમાં વેઇટિંગમાં વારો આવતો હોય છે. રામનાથપરા સ્મશાન ગૃહમાં અગ્નિ સંસ્કાર કરનાર વ્યક્તિએ દાવો કર્યો હતો કે, કોવિડ ના પ્રોટોકોલ મુજબ રાત્રીના 12 વાગ્યાથી સવારના 11 વાગ્યા સુધી રામનાથપરા સ્મશાનગૃહ 14 મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાંમાં આવ્યા છે. છેલ્લા 5 દિવસમાં 100થી વધુ દર્દીના મૃત્યુ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement