(Source: ECI/ABP News/ABP Majha)
રાજપૂત કરણીસેનાની યાત્રા આજે ખોડલધામ પહોંચશે,કરણીસેનાના અધ્યક્ષ નરેશ પટેલ સાથે કરશે બેઠક
રાજકોટ: રાજપૂત કરણીસેનાની યાત્રા આજે ખોડલધામ પહોંચશે. જ્યાં કરણીસેનાના આગેવાનો ખોડિયાર માતાજીના દર્શન કરશે. આ દરમિયાન ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કરણીસેનાના હોદેદારો સાથે બેઠક કરશે.
રાજકોટ: રાજપૂત કરણીસેનાની યાત્રા આજે ખોડલધામ પહોંચશે. જ્યાં કરણીસેનાના આગેવાનો ખોડિયાર માતાજીના દર્શન કરશે. આ દરમિયાન ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કરણીસેનાના હોદેદારો સાથે બેઠક કરશે. ગુજરાત કરણીસેનાના અધ્યક્ષ જે.પી જાડેજા ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથે બેઠક કરશે. નોંધનિય છે કે રાજકારણમાં જોડાવાની અટકળો વચ્ચે નરેશ પટેલની કરણીસેનાના અધ્યક્ષ સાથે બેઠક મહત્વપૂર્ણ બની રહેશે. બપોરે 1.30 વાગે એકતા યાત્રા ખોડલધામ પહોંચશે. શ્રી રાજપૂત કરણીસેનાના આગેવાનોનું ખોડલધામમાં ભવ્ય સ્વાગત કરવાામાં આવશે.
નરેશ પટેલ આજે પાટીદાર નેતાઓ સાથે બેઠક કરશે
ખોડલધામના ચેરમેન નરેશ પટેલ આજે પાટીદાર નેતાઓ સાથે બેઠક કરશે. બેઠકમા કોંગ્રેસના પાટીદાર નેતા હાર્દિક પટેલ, પાટીદાર નેતા દિનેશ બાંભણિયા,પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા ઉપસ્થિત રહેશે. બપોરે 2 વાગ્યે ખોડલધામમાં આ બેઠક યોજાશે. આ બેઠકને લઈને સમગ્ર રાજ્યના રાજકારણની નજર રહેશે. ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓની તો નજર રહેશે સાથે સાથે સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની પણ ખાસ નજર રહેશે. હાલમાં ચારેચાર પાટીદાર નેતાઓ ચર્ચામાં. તેમની ગતિવિધિઓ પણ રાજ્યના રાજકારણમાં કેન્દ્ર સ્થાન છે. 2022ની ચૂંટણી પહેલા એક સાથે ચારેય પાટીદારો વચ્ચે બેઠકને લઈને અત્યારથી જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
17 વર્ષીય યુવતીએ કરી આત્મહત્યા
Kapadvanj, Kheda : કહેવત છે કે પેહેલો સગો પાડોશી પરંતુ ખેડાના કાપડવંજમાં પાડોશી યુવક જ 17 વર્ષની યુવતીના મોતનું કારણ બન્યો છે. ખેડાના કપડવંજમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવક અને તેના પરિવારના ત્રાંસ અને લગ્નની ધમકીથી 17 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરી લીધી છે.
કપડવંજની 17 વર્ષીય યુવતીએ ગત 7 મેના રોજ સવારે 10:15 કલાકના અરસામાં તેના ઘરે પંખે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો.જે તે સમયે બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસે અકસ્માતે અવસાન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ હવે 7 દિવસ બાદ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. જેમાં દીકરીની માતાએ પડોશીઓના ત્રાસથી દીકરીએ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે. ઘટના અંગે પાડોશમાં રહેતા ભરત મકવાણા, તેની પત્ની જયશ્રી મકવાણા દિકરો આકાશ અને હિમાશું વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.