શોધખોળ કરો
Advertisement
રાજકોટના 36 ખેડૂતોએ કેમ કરી ઇચ્છા મૃત્યુની માંગ? જાણો વિગત
રાજકોટમાં કિસાન સંઘ દ્વારા પાક વીમા મુદ્દે કાઢવામાં આવી રેલી. પોલીસે ખેડૂતોની કરી અટકાયત
રાજકોટઃ પાક વીમાને લઈને આજે કિસાન સંઘ દ્વારા રાજકોટમાં રેલી કાઢવામાં આવી હતી. આ રેલી દરમિયાન 36 ખેડૂતો દ્વારા રાષ્ટ્રપતિને ઇચ્છા મૃત્યુની માંગ કરવામાં આવી છે. પાક વીમો ન મળતા ખેડૂતો દ્વારા આ માંગણી કરવામાં આવી છે.
આજે સવારથી નીકળેલી ખેડૂત રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઇ છે. રેલીને પગલે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બહુમાળી ચોકમાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવાયો હતો. ત્રણ પીઆઇ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાન તૈનાત રખાયા છે.
હાલ, પોલીસ દ્વારા રેલીમાં જોડાયેલા ખેડૂતોની અટકાયત કરવામાં આવી રહી છે. જોકે, કિસાન સંઘ દ્વારા માંગ ન સંતોષાયત્યાં સુધી આંદોલન ચાલું રાખવાની જાહેરાત કરી છે. બીજી તરફ રેલીમાં જોડાયેલા ખેડૂતોની અટકાયત કરવામાં આવતાં અન્ય ખેડૂતોમાં જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion