શોધખોળ કરો
Advertisement
લોકડાઉનમાં ગુજરાતના આ શહેરમાં 12ની ફાકીનો ભાવ હાલ 50 રૂપિયા છતાં પણ લોકો......
કોરોનાને રોકવા હાલ સમગ્ર ગુજરાત સહિત દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે જોકે માવાના બંધાણીઓ પરેશાન જોવા મળ્યાં હતાં
રાજકોટ: કોરોનાને રોકવા હાલ સમગ્ર ગુજરાત સહિત દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે જોકે માવાના બંધાણીઓ પરેશાન જોવા મળ્યાં હતાં. રાજકોટમાં લોકડાઉન બાદ પણ પાનની દુકાનો નહીં ખુલે તેવી જાણવા મળ્યું છે જેને લઈને બંધાણીઓ મુંઝવમમાં મુકાઈ ગયા છે. ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં એક જ ચર્ચા ચાલી રહી છે પાનની દુકાનો ક્યારે ખુલશે? જેને લઈને રાજકોટમાં તમાકુ, સોપાર અને માવાના કાળા બજાર થઈ રહ્યાં છે.
લોકડાઉનને કારણે રાજકોટમાં તમાકું, ફાકી અને સોપારીમાં કાળા બજાર થઈ રહ્યાં છે. જેને લઈને 12 રૂપિયાની એક ફાકીને હાલ 50 રૂપિયા ચાલી રહ્યાં છે. તમાકુના એક ડબ્બાનો ભાવ 250 હતો તેની જગ્યાએ હાલ 1000થી 1200 રૂપિયા છે. તમાકુની પડીકીના ભાવ 5 હતા તેની જગ્યાએ હાલ 25 રૂપિયા થઈ ગયો છે. આટલો બધો ભાવ છતાં પણ લોકો બંધાણી ફાકી ખાઈ રહ્યાં છે.
આ ઉપરાંત બીડીની એક જુડીનો ભાવ 20 રૂપિયા છે ત્યારે હાલ 150 રૂપિયા ભાવ ચાલે છે. દરેશ નશાયુક્ત વસ્તુના ભાવ ત્રણથી પાંચ ઘણાં વઘી ગયા છે જેને લઈને બંધાણીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
સમગ્ર રાજકોટમાં નશાયુક્ત વસ્તુ સાથે પકડાય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. કમિશ્નરે માવા બંધાણીઓ માટે મોટો નિર્ણય લીધો છે જે વ્યક્તિ માવો ખાતા પકડાશે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
અમદાવાદ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion