શોધખોળ કરો

Rajkot News: રાજકોટ મનપા જંગલેશ્વર નજીકના વિસ્તારોમાં કરશે ડિમોલિશન, 153 જેટલા મકાનો તોડી પડાશે

Rajkot News: રાજકોટ જંગલેશ્વર નજીક ડિમોલિશનની કાર્યવાહી સ્થાનિક પ્રશાસન હાથ ધરશે. રાજકોટ મહાનગરપાલિકા 23 ફેબ્રુઆરીએ રાજકોટના ઈતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન હાથ ધરશે.

Rajkot News:  રાજકોટ જંગલેશ્વર નજીક ડિમોલિશનની કાર્યવાહી સ્થાનિક પ્રશાસન હાથ ધરશે. રાજકોટ મહાનગરપાલિકા 23 ફેબ્રુઆરીએ રાજકોટના ઈતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન હાથ ધરશે. રાજકોટ મનપાના અધિકારીઓ જંગલેશ્વર પહોંચ્યા હતા. સ્થાનિક લોકોને સમજાવવા મનપાની ટીમ પહોંચી હતી. સોમવારે મેગા ડિમોલિશન હાથ ધરાવાનું છે. સોમવાર જંગલેશ્વર નજીકના વિસ્તારોમાં ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરાવાનું છે. સોમવારે 153 જેટલા ગેરકાયદે બાંધકામ તોડી પડાશે. 23 JCB, 23 ટ્રેક્ટર, હેવી મશીનો, 150 મજૂરો કામે લાગશે. સોમવાર સુધીમાં જગ્યા ખાલી કરવા અંતિમ નોટિસ અપાઈ છે. ડિમોલિશન દરમિયાન સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. ત્રણેય સિટી ઈજનેરને ડિમોલિશન માટે અલગ અલગ ભાગ અપાયા છે. 2 હજારથી વધુ જવાનો, સ્પેશિયલ એક્શન ફોર્સ તૈનાત કરાશે.

રામકૃષ્ણનગર શેરી નંબર 13થી 25માં રોડની બંન્ને સાઈડ આવેલા 153 જેટલા મકાનોને તોડી પાડવાની મહાનગરપાલિકા કાર્યવાહી કરશે. રસ્તો પહોળો કરવા અગાઉ સર્વે પણ કરી દેવામાં આવ્યો છે. જ્યારે ટીપી વિભાગે પણ જરૂરી કાર્યવાહી પણ હાથ ધરી છે. સર્વે કરી માર્કિંગ સાથે મહાનગરપાલિકામાં વિગતો રજુ કરાતા પ્રશાસને તમામને ગઈકાલે સાંજે જ નોટિસ પાઠવી છે. સીટી એન્જિનિયરના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાની અલગ અલગ ટીમોએ ડિમોલિશન સ્થળની મુલાકાત પણ લીધી છે. જો સ્વૈચ્છાએ ગેરકાયદે બાંધકામ દૂર નહી કરાય તો સોમવારે જંગલેશ્વરના આસપાસના વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવશે. જ્યારે અન્ય વિસ્તારોમાં પણ આ જ રીતે આગામી દિવસોાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવશે.                                                      

ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં જે 1357 જેટલા મિલકત ઉપર દબાણ દૂર કરવા નોટિસ પાઠવી હતી, જેના પર હાઈકોર્ટે સ્ટે આપેલો છે. ત્યારે આ મિલકતો સિવાયના જે દબાણો છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવાની તૈયારી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ સપ્તાહના અંતમાં મેગા ડિમોલિશન સાથે ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવનાર છે. આ માટે મનપા દ્વારા વોર્ડ નંબર 2, 3, 7, 13, 14 અને 17ના અધિકરીઓને સ્ટેન્ડ બાય રહેવા તેમજ સુપરવાઈઝર અને કોન્ટ્રાકટરને પણ હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget