શોધખોળ કરો

Morbi: રિક્ષામાં મેફેડ્રૉન હેરાફેરી કરતા શખ્સને SOGએ દબોચ્યો, રાજકોટથી મોરબી કરી રહ્યો હતો મુસાફરી

મોરબી SOGની ટીમે આજે સવારે મોટી કાર્યવાહી હાથ ધરતાં રિક્ષામાં ડ્રગ્સની હેરાફેરી કરતાં ડ્રગ પેડલરને દબોચી લીધો હતો.

Rajkot: ડ્રગ્સના લે-વેચની ઘટનાઓ સતત વધી રહી છે, યુવાનો ઉંધા રવાડે ચડાવનારા ડ્રગ્સ પેડલરો પર રાજ્યમાં SOGએ શિકંજો કસવાનું શરૂ કરી દીધુ હોય એમ એક પછી એક ડ્રગ્સ પેડલરો પોલીસના હાથે ચઢી રહ્યાં છે. આજે રાજકોટમાંથી વધુ એક ડ્રગ પેડલરને એક લાખથી વધુના મુદ્દામાલ સાથે SOGની ટીમે ઝડપી પાડ્યો છે.

મોરબી SOGની ટીમે આજે સવારે મોટી કાર્યવાહી હાથ ધરતાં રિક્ષામાં ડ્રગ્સની હેરાફેરી કરતાં ડ્રગ પેડલરને દબોચી લીધો હતો. આજે રાજકોટથી રિક્ષામાં બેસીને મોરબી આવતા મુસાફર પાસેથી SOGએ ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં મોરબીની ત્રાજપર ચોકડી પાસે લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટમાં રહેતા જીતેન્દ્ર રામજી પ્રજાપતિ પાસેથી ડ્રગ્સ મળી આવ્યુ છે. આરોપી જીતેન્દ્ર પાસેથી ૧૦.૨૦ ગ્રામ મેફેડ્રૉન ડ્રગ્સ મળી આવ્યો હતો, જેની કિંમત ૧,૦૨,૦૦૦ રૂપિયા છે. SOGએ બાતમીના આધારે ડ્રગ પેડલર જીતેન્દ્રને દબોચી લીધો હતો, આરોપી પાસેથી ડ્રગ્સ ઉપરાંત મોબાઈલ અને રોકડ રકમ સહિત ૧,૧૩,૮૧૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપી જીતેન્દ્રની પુછપરછ દરમિયાન રાજકોટના રવિ ઉર્ફે આશિષભાઈ જીતેન્દ્રભાઈ રાવલના નામનો ખુલાસો થયો હતો.

કારમાં મેફેડ્રૉન ડ્રગ્સ વેચવા નીકળેલા 2 શખ્સને SOGએ ઝડપ્યા

રાજ્યમાં ડ્રગ્સના વેચાણનો સિલસિલો યથાવત છે, હવે જૂનાગઢમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જૂનાગઢ SOG પોલીસની કાર્યવાહીમાં 2.7 ગ્રામ જેટલા મેફેડ્રૉન ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. માહિતી પ્રમાણે, જુનાગઢના માંગરોળમાથી મેફેડ્રોન ડ્રગ્સ પકડવામાં આવ્યો છે. પોલીસે કાર્યવાહી કરતા બે આરોપીઓ સાથે 2. 7 ગ્રામ મેફેડ્રૉન ડ્રગ્સના જથ્થા ઝડપી પાડ્યા હતા. આ બન્ને આરોપીઓ કારમાં મેફેડ્રૉન ડ્રગ્સની હેરાફેરી કરતા હતા. બાતમીના આધારે જ્યારે SOGએ દરોડા પાડ્યા તો કારમાંથી બે આરોપીઓને મેફેડ્રૉન ડ્રગ્સ સાથે ત્રણ મોબાઇલ, રોકડ તેમજ કાર સાથે 5.52.990નો મુદ્દામાલ કબજો કર્યો હતો. પોલીસે સોહિલ કાલાવત અને હનીફ ધામેરીયાની આ મામલે ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ બન્ને આરોપીઓને હાલમાં માંગરોળ મરીન પોલીસને સોંપવામાં આવ્યા છે. આ પહેલા રાજ્યામાં સુરત, રાજકોટ અને અમદાવાદ સહિતના શહેરોમાંથી ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી કરનારા પેડલરો ઝડપાઇ ચૂક્યા છે.                                                                                              

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget