શોધખોળ કરો
રાજકોટમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને પગલે વધુ 5 કોવિડ હોસ્પિટલની જાહેરાત, જાણો વિગત
રાજકોટમાં 5 ખાનગી કોવિડ હોસ્પિટલની જાહેરાત કરવામાં આવી છે. આ પાંચ હોસ્પિટલોમાં 148 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રતિકાત્મક તસવીર.
રાજકોટઃ શહેરમાં વધતા કોરોનાના કેસને લઈ વધુ 5 કોવિડ હોસ્પિટલની જાહેરાત કરવામાં આવી છે. આ પાંચ હોસ્પિટલોમાં 148 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલ સંચાલકો અને પ્રભારી સચિવ રાહુલ ગુપ્તા અને કલેકટર સહિતના અધિકારીઓ સાથે મિટિંગ યોજાઈ હતી. નવી ખાનગી કોવિડ હોસ્પિટલ નામ (1) ન્યુ વિન્ગ વોકહાર્ટ હોસ્પિટલ (વોકહાર્ટ હોસ્પિટલ દ્રારા સંચાલિત) સરનામું: મંગલમ હોસ્પિટલ,150 ફુટ રીંગરોડ, મહેસાણા બેંકની પાસે, નાલંદા સોસાયટી, રાજકોટ. (2) ઉદય કોવિડ હોસ્પિટલ (ગોકુલ હોસ્પિટલ દ્રારા સંચાલિત) સરનામું: રાષ્ટ્રીય શાલા મેઇન રોડ, શાળા નંબર 11 સામે, રાજકોટ. (3) કર્મયોગ હોસ્પિટલ (સ્ટર્લિંગ હોસ્પિટલ સંચાલિત) સરનામું: વરસાણી હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ, રાજકોટ (4) એચ.સી.જી. હોસ્પિટલ સરનામું: અસ્થા રેસિડેન્સી, અયોધ્યા ચોક, 150 ફુટ રીંગરોડ, રાજકોટ. (5) શ્રેયશ કોવિડ હોસ્પિટલ સરનામું: વિદ્યાનગર મેઇન રોડ, વલ્લભ કથીરિયા હોપિટલ, રાજકોટ..
વધુ વાંચો
ટોપ સ્ટોરી
ગુજરાત
સ્પોર્ટ્સ
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ




















