શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Rain: વહેલી સવારથી રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદ શરૂ, ઠેર-ઠેર કેડસમા પાણી ભરાયા

Rajkot Rain News: સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે, આજે વહેલી સવારથી જ રાજકોટ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો

Rajkot Rain News: સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે, આજે વહેલી સવારથી જ રાજકોટ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને કેટલાક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે, ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જામ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, આજે વહેલી સવારથી રાજકોટ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, મેઘરાજા ગુજરાતમાં ઠેર ઠેર ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. આજે પડેલા વરસાદથી શહેરના 150 રિંગ રૉડ પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા. શહેરમાં પોપટપરા ઉપરાંત 150 ફૂટ રિંગ રૉડ પર વરસાદી પાણી ભરાયા છે. આજે પડેલા વરસાદના આંકડા જોઇએ તો જિલ્લામાં સૌથી વધુ વરસાદ લોધિકામાં સવા પાંચ ઇંચ વરસ્યો છે. આ ઉપરાંત જિલ્લામાં ધોરાજી, જેતપુર, ગોંડલ, વીરપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે ધોરાજીની સફૂરા નદીમાં નવા નીરની આવક થઇ છે. દેરડી કુંભાજી, ધરાલા, મોટી ખિલોરીમાં પણ મેઘો મહેબાન થયો છે.  

આગામી અઠવાડિયે ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ

ગુજરાતમાં ચોમાસાનો પ્રથમ રાઉન્ડ પુરો થઇ ગયો છે, અને હવે બીજા રાઉન્ડ માટે આગાહીઓ સામે આવી રહી છે. આ કડીમાં હવે હવામાન નિષ્ણાંત અને આગાહીકારી અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે. અંબાબાલ પટેલ અનુસાર, આગામી અઠવાડિયુ ગુજરાત માટે ભારે રહેશે. તેમને હવે ગુજરાતમાં વરસાદનું જોર વધવાનું અનુમાન કર્યુ છે. જાણો લેટેસ્ટ અગાહીમાં શું કહ્યું.. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે, ઉત્તરથી લઇને દક્ષિણ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ ગુજરાતમાં આગામી અઠવાડિયે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવે આ બધાની વચ્ચે ગુજરાતમાં આગાહીકાર અંબાલાલ પટેલે પણ આગાહી કરતાં આવતા અઠવાડિયાને ગુજરાત માટે ભારે ગણાવ્યુ છે. રાજ્યમાં વરસાદનું જોર વધવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે, અંબાલાલ પટેલે આગામી 17 થી 24 જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ખાસ કરીને આ દિવસોમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની અંબાલાલ પટેલે અગાહી કરી છે.  

સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે ભાવનગર, અમરેલી, તાપી, ડાંગ, વલસાડ, મહીસાગર, દાહોદ, જૂનાગઢ, સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી આપાવમાં આવી છે. સૌરાષ્ટ્ર અને  કચ્છમાં  ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંતના સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

બુધવારે  કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.  આ ઉપરાંતના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.  સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.   

ગુરુવારે તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

શુક્રવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે. 

સૌરાષ્ટ્રમાં સિઝનનો 30.21 ટકા વરસાદ

રાજ્યમાં વર્ષ 2024માં સૌરાષ્ટ્રમાં 8.77 ઈંચ સાથે સિઝનનો 30.21 ટકા વરસાદ વરસી ગયો છે. આ ઉપરાંત કચ્છમાં 4.89 ઈંચ સાથે સિઝનનો 25.63 ટકા, દક્ષિણ ગુજરાતમાં 14.94 ઈંચ સાથે સિઝનનો 25.44 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 4.78 ઈંચ સાથે સિઝનનો 14.97 ટકા અને ઉત્તર ગુજરાતમાં 4.50 ઈંચ સાથે 15.66 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ચાલુ સિઝનમાં 20 તાલુકામાં 20થી 40 ઈંચ, 47 તાલુકામાં 10થી 20 ઈંચ, 82 તાલુકામાં 5થી 10 ઈંચ, 13 તાલુકામાં પાંચ ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.  વલસાડમાં સૌથી વધુ 20.74 ઈંચ, નવસારીમાં 20.82 ઈંચ, જૂનાગઢમાં 18.33 ઈંચ વરસાદ વરસયો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં મહાયુતીની ભવ્ય જીત, કોણ બનશે મુખ્યમંત્રી?Vav By Election Result 2024 : ગુલાબસિંહને પછાડી ભાજપના સ્વરૂપજી ઠાકોરની 2442 મતથી જીતVav By Election Result 2024 : વાવમાં ભાજપની જીત, ગેનીબેન ઠાકોરે સ્વીકારી જવાબદારીKalol Accident : કલોલમાં કારે એક્ટિવાને ટક્કર મારતાં મહિલાનું મોત, ભાગવા જતાં 5ને કચડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Embed widget