શોધખોળ કરો

ગુજરાતમાં ફરી એકવાર ડોક્ટરો થઈ રહ્યા છે કોરોના સંક્રમિત, રાજકોટમાં કેટલા ડોક્ટર થયા સંક્રમિત?

ગઈ કાલે રાજકોટના 30 નામાંકિત તબીબોને કોરોના થયો હતો. આ પછી આજે સિવિલ હોસ્પિટલમાં બે તબીબો અને ત્રણ નર્સ કોરોના સંક્રમિત થયા છે. સિવિલના કોરોના વોર્ડમાં સંખ્યા વધવા લાગી છે.

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. બીજી તરફ કોરોના વોરિયર્સ એવાં ડોક્ટર્સ અને અન્ય સ્ટાફ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ગઈ કાલે રાજકોટના 30 નામાંકિત તબીબોને કોરોના થયો હતો. આ પછી આજે સિવિલ હોસ્પિટલમાં બે તબીબો અને ત્રણ નર્સ કોરોના સંક્રમિત થયા છે. સિવિલના કોરોના વોર્ડમાં સંખ્યા વધવા લાગી છે. ચાર દર્દીઓ ઓક્સિજન પર છે.  RTPCR ટેસ્ટમાં 10 ગણો વધારો થયો છે. રાજકોટની પારીજાત રેસીડેન્સીમાં બંગાળથી આવેલ પરિવારના પાંચને કોરોના થયો છે. 

સામાજિક, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમોના કારણે આ ચેપ લાગ્યો હોવાની સંભાવના છે. તબીબો ઉપરાંત તેમના પરિવારજનો અને હોસ્પિટલનો સ્ટાફ પણ કોરોના સંક્રમિત થયા છે. રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય મેળાવડા યોજાઈ રહ્યા છે. તો સામાજિક કાર્યક્રમો પણ થઇ રહ્યા છે તેના કારણે ચેપ પ્રસરી રહ્યો છે અને તબીબો પણ કોરોનાગ્રસ્ત બની રહ્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. ગઈ કાલે સિવિલ હોસ્પિટલમાં પાંચ તબીબોને કોરોના થયો હતો. આ સાથે જ કુલ છ તબીબોને કોરોના થયો હતો. પબ્લિક રિલેશન ઑફિસર, 3 રેસિડેન્ટ તબીબ અને 2 નર્સિંગ સ્ટાફ સહિત કુલ 6 લોકોને કોરોના થયો હતો. મહત્વની વાત એ કે તમામ લોકો બીજી વખત કોરોનાથી સંક્રમિત થયા છે. જે વિભાગમાં સંક્રમણ ફેલાયું છે. તે વિભાગના તમામ તબીબોને આગામી 24 કલાકમાં RT-PCR રિપોર્ટ કરાવવા આદેશ કરાયો છે.

અમદાવાદમાં હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓને રાહત, અમદાવાદ મ્યુનિએ કર્યો આ મહત્વનો નિર્ણય

કોરોના નો ત્રીજી લહેર વચ્ચે વેરાવળ માં મેરેથોન દોડ યોજાઇ જેમાં કોવિડ ની ગાઈડ લાઇનના લીરેલીરા ઉડતાં જોવા મળ્યાં.સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર, નગરપાલિકા પ્રમુખ પિયુષ ફોફડી સહિત ના રાજકીય પદાધિકારીઓ એ લીલી ઝંડી આપી હતી જો કે અહીં માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના ઉડ્યા ધજાગરા ઉડ્યાં હતા. ભાજપ ના જ જવાબદાર પદાધિકારીઓ દ્વારા કોવિડ ના નિયમોની એસીતેસીના થતી જોવા મળી હતી. સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર મુક પ્રેક્ષક ની ભૂમિકામાં જોવા મળ્યુ.

કોરોના નો ત્રીજી લહેર વચ્ચે વેરાવળ માં મેરેથોન દોડ યોજાઇ જેમાં કોવિડ ની ગાઈડ લાઇનના લીરેલીરા ઉડતાં જોવા મળ્યાં. સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર, નગરપાલિકા પ્રમુખ પિયુષ ફોફડી સહિત ના રાજકીય પદાધિકારીઓ એ લીલી ઝંડી આપી હતી જો કે અહીં માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના ઉડ્યા ધજાગરા ઉડ્યાં હતા. ભાજપ ના જ જવાબદાર પદાધિકારીઓ દ્વારા કોવિડ ના નિયમોની એસીતેસીના થતી જોવા મળી હતી. સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર મુક પ્રેક્ષક ની ભૂમિકામાં જોવા મળ્યુ.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

વિડિઓઝ

Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget