શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ધોરાજીમાં મહોરમ દરમિયાન તાજીયો વીજ લાઈનને અડી જતાં 15 લોકોને લાગ્યો વીજ કરંટ, 2ના સારવાર દરમિયાન મોત

ઇજાગ્રસ્તોને ધોરાજી સરકારી હોસ્પિટલ તેમજ પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ત્રણ થી ચાર વ્યક્તિઓ વધુ ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. હોસ્પિટલોમાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા.

Rajkot: આજે દેશભરમાં મહોરમનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રાજકોટના ધોરાજીમાં એક ઘટના બની છે. ધોરાજીના રસુલપરા વિસ્તારમાં ઝુલુસ દરમિયાન તાજીયો વીજ લાઈનને અડી જતાં શોર્ટ સર્કિટ થઈ હતી. જેમાં 15 જેટલા લોકોને કરંટ લાગતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. PGVCL ની વીજ લાઈનમાં તાજિયો અડી જતાં ઘટના બની હતી. ઇજાગ્રસ્તોને ધોરાજી સરકારી હોસ્પિટલ તેમજ પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ત્રણ વ્યક્તિઓ વધુ ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. હોસ્પિટલોમાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. સામે આવેલા નવા અપડેટ પ્રમાણે, સારવાર લઇ રહેલા  બે વ્યક્તિઓના હૉસ્પિટલમાં મોત થયા છે.

ઝારખંડના બોકારોમાં શનિવારે સવારે મોહરમના જુલૂસ દરમિયાન એક મોટી દૂર્ઘટના ઘટી હતી. અહીં હાઇટેન્શન લાઇનને કારણે કુલ 13 લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા, જેમાં ચાર લોકોના મોત થયા હતા, જ્યારે 9 લોકોની હાલત ગંભીર છે. મળતી માહિતી મુજબ, આ ઘટના બોકારોના બર્મો વિસ્તારના ખેતરોમાં સવારે લગભગ 6 વાગ્યે ઘટી હતી. તમામ લોકો મોહરમમાં તાજિયાનું જુલુસ લઈને જઇ રહ્યાં હતા, ત્યારે 11000 વૉલ્ટના વાયરની ઝપેટમાં આવી ગયા હતા.

ઘટના દરમિયાન સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે, તાજિયા ઉપાડતી વખતે ઉપરથી પસાર થતી 11,000 હાઈટેન્શન લાઈન તાજિયામાં ફસાઈ ગયા હતા, જેના કારણે તાજિયાના જુલુસમાં રાખવામાં આવેલી બેટરી બ્લાસ્ટ થઈ હતી. લોકોએ તાત્કાલિક તમામ ઘાયલોને ડીવીસી બોકારો થર્મલ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા, સાથે જ એમ્બ્યૂલન્સની ગેરહાજરી અને હોસ્પિટલમાં ખરાબ વ્યવસ્થાને લઈને લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે, બાદમાં ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ બોકારો મોકલવામાં આવ્યા છે.

ધોરાજીમાં મહોરમ દરમિયાન તાજીયો વીજ લાઈનને અડી જતાં 15 લોકોને લાગ્યો વીજ કરંટ, 2ના સારવાર દરમિયાન મોત

મોહરમ એ ઇસ્લામિક કેલેન્ડરનો પહેલો મહિનો છે. મુસ્લિમો માટે આ સૌથી પવિત્ર મહિનાઓમાંનો એક છે. આ માસને વેદનાના મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ મહોરમ સાથે જોડાયેલી ખાસ વાતો. મોહરમ એ ઇસ્લામિક કેલેન્ડરનો પહેલો મહિનો છે. ઇસ્લામમાં આ મહિનાનું ઘણું મહત્વ છે. તે મુસ્લિમ ધર્મમાં પવિત્ર મહિનાઓમાંનો એક છે. રમઝાન પછીનો બીજો પવિત્ર મહિનો મોહર્રમ છે. આ વર્ષે મોહરમ 31મી જુલાઈથી શરૂ થઈ છે. મોહરમનો 10મો દિવસ અથવા 10મો દિવસ યૌમ-એ-આશુરા તરીકે ઓળખાય છે. આ દિવસે મુસ્લિમ સમાજના લોકો હઝરત ઈમામ હુસૈનની શહાદતનો શોક મનાવે છે. આ દિવસને ઇસ્લામ ધર્મનો મુખ્ય દિવસ માનવામાં આવે છે. હઝરત ઇમામ હુસૈન ઇસ્લામના સ્થાપક હઝરત મુહમ્મદના નાના પૌત્ર હતા. આશુરા ક્યારે છે અને આ દિવસનું ઐતિહાસિક મહત્વ શું છે, જાણીએ.

ધોરાજીમાં મહોરમ દરમિયાન તાજીયો વીજ લાઈનને અડી જતાં 15 લોકોને લાગ્યો વીજ કરંટ, 2ના સારવાર દરમિયાન મોત

આશૂરા ક્યારે છે?

આ વખતે મોહરમ 31મી જુલાઈથી શરૂ થઈ છે. તેથી આશુરા 9 ઓગસ્ટ એટલે કે મંગળવારે છે. આ સિવાય પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ આશુરા 9 ઓગસ્ટે છે. સાઉદી અરેબિયા, ઇરાક, યુનાઇટેડ આરબ અમીરાત અને અન્ય ઘણા દેશો જેવા કેટલાક અન્ય દેશોમાં 30 જુલાઇથી મોહરમ શરૂ થઇ હતી. તેથી આશુરા ત્યાં 08 ઓગસ્ટે ઉજવવામાં આવી હતી.

ઐતિહાસિક મહત્વ

હઝરત ઇમામ હુસૈન ઇસ્લામના સ્થાપક હઝરત મુહમ્મદના નાના પૌત્ર હતા. તેમની શહાદત મોહરમના 10મા દિવસે અથવા આશુરાના દિવસે થઈ હતી. હઝરત ઈમામ હુસૈને પોતાના ઈસ્લામના રક્ષણ માટે 72 સાથીઓ સાથે શહાદત આપી હતી. તેમના પરિવારના સભ્યો પણ તેમાં સામેલ હતા.  આ બલિદાનની યાદમાં મોહરમ ઉજવવામાં આવે છે. ઈતિહાસમાં કહેવામાં આવ્યું છે કે, મોહરમ મહિનાની 10 તારીખે ઈમામ હુસૈન અને યઝીદની સેના વચ્ચે કરબલાની લડાઈ થઈ હતી. કરબલા ઇરાકનું એક શહેર છે.

ધોરાજીમાં મહોરમ દરમિયાન તાજીયો વીજ લાઈનને અડી જતાં 15 લોકોને લાગ્યો વીજ કરંટ, 2ના સારવાર દરમિયાન મોત

તાજિયાનું થાય છે આયોજન

આશૂરાના દિવસે ઇસ્લામ ધર્મના શિયા સમુદાયના લોકો તાજિયા કાઢે છે. તાજીયા કાઢીને માતમ મનાવવામાં આવે છે.  જે જગ્યાએ હઝરત ઇમામ હુસૈનની કબર બનેલી છે ત્યાં એક જ પ્રકારના તાજિયા બનાવીને જુલુસ કાઢવામાં આવે છે. આ શોભાયાત્રામાં લોકો શોક વ્યક્ત કરે છે. સરઘસમાં ભાગ લેનારાઓ કાળા વસ્ત્રો પહેરે છે. શોક મનાવતી વખતે લોકો કહે છે કે યા હુસૈન,  હમ ન હુએ. એનો અર્થ એ થયો કે હઝરત ઈમામ હુસૈન, અમે બધા દુઃખી છીએ. કરબલાની લડાઈમાં અમે તમારી સાથે નહોતા, નહીંતર અમે પણ ઇસ્લામની રક્ષા માટે અમારા પ્રાણની આહુતિ આપી દીધી હોત.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
Embed widget