શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદનો કહેર, ખેડૂતો ચિંતિત
કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતિત છે. ઘંઉ, જીરૂ, લસણ, ડુંગળી અને ચણા સહિતના પાકને વ્યાપક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે.
રાજકોટ: રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લામાં બપોર બાદ કમોસમી વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના મોટી મેંગણી તથા રાજકોટ અને જામનગર જિલ્લાની બોર્ડર પર આવેલા અનેક ગામડામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતિત છે. ઘંઉ, જીરૂ, લસણ, ડુંગળી અને ચણા સહિતના પાકને વ્યાપક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ખંભાળિયા તાલુકાના સલાયા ગામે કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સલાયા સહિત આસપાસના ગામોમાં કમોસમી વરસાદ પડતા જગતનો તાત ફરી ચિંતામાં મુકાયો છે. કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોને રવિપાક માટેની ચિંતા વધી છે તો સાગરખેડૂ પણ મુશ્કેલીમાં મુકાયા છે.
કચ્છ બાદ જામનગરના લાલપુર તાલુકામાં પણ વાતાવરણ પલટાયું છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. ખેડૂતોના રવિપાકને મોટાપાયે નુકસાન થાય તેવી ખેડૂતોને ભીતિ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement