(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot : ગોંડલ હાઇવે પર તેલ ભરેલા ટેન્કરનો અકસ્માત, તેલ ભરવા લોકોની પડાપડી
રાજકોટમાં ગોંડલ હાઈવે પર ટેન્કરના અકસ્માતની ઘટના બની હતી. ગોંડલ હાઇવે પર તેલ ભરેલા ટેન્કરનો અકસ્માત થયો હતો. શેમળા પાસે અન્ય ટ્રક સાથે ટક્કર લાગતા ટેન્કરમાંથી તેલ રસ્તા પર ઢોળાયું હતુ.
રાજકોટ: રાજકોટમાં ગોંડલ હાઈવે પર ટેન્કરના અકસ્માતની ઘટના બની હતી. ગોંડલ હાઇવે પર તેલ ભરેલા ટેન્કરનો અકસ્માત થયો હતો. શેમળા પાસે અન્ય ટ્રક સાથે ટક્કર લાગતા ટેન્કરમાંથી તેલ રસ્તા પર ઢોળાયું હતુ. આ ટેન્કરના અકસ્માત બાદ લોકોએ તેલ લેવા માટે પડાપડી કરી હતી. લોકો તેલ ભરવા માટે વાસણો, બાલ્ટી, કેન લઈને તેલ લેવા પહોંચ્યા હતા. આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
અનેક વખત દૂધના ટેન્કર અકસ્માતમાં પલટી મારી જાય છે. ત્યારે પણ લોકો દૂધ લેવા માટે પડાપડી કરતા હોય છે. હાઈવે પર અકસ્માતની આ ઘટનામાં રસ્તા પર તેલ ઢોળાયું હતું. જેમાં લોકો વાસણો લઈ તેલ લેવા માટે પહોંચી ગયા હતા. તેલ ભરેલ ટેન્કર અને સિમેન્ટ ભરેલ ટ્રક ગોંડલ તરફથી રાજકોટ આવી રહ્યો હતો. આ દરમિયાન તેલના ટેન્કરની પાછળ સિમેન્ટ ભરેલ ટ્રક ઘુસી ગયો હતો. ગોંડલના સોલ્વન્ટ પ્લાન્ટમાંથી તેલ ભરીને ટેન્કર જઈ રહ્યું હતું. અકસ્માતને કારણે તેલ ભરેલા ટેન્કમાંથી તેલ રસ્તા પર ઢોળાયું હતું. લોકોએ તેલ લેવા માટે રીતસરની પડાપડી કરી હતી.
રાજકોટમાં દૂધમાં ભેળસેળને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં
રાજકોટમાં ઘણી વખત ભેળસેળ કરતાં એકમો પર દરોડોના સમાચાર આવતા રહે છે. ત્યારે વધુ એક વખત આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આ વખતે રાજકોટના મંગળા મેઇન રોડ પર આરોગ્ય વિભાગના દરોડા પડ્યા હતા. જ્યાં મંગળા મેઈન રોડ પર આવેલી વિશાલ ડેરીમાં દૂધના નમૂના લેવા કાર્યવાહી હાથ ધરી છે. અલગ અલગ ડેરીઓમાં નમૂના લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દૂધમાં ભેળસેળને લઈને હવે આરોગ્ય વિભાગ મેદાનમાં છે. છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ વીસ કરતાં વધારે ડેરીઓમાં નમૂના લેવામાં આવ્યાં છે. આજે સતત ત્રીજા દિવસે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
દૂધ એ આપણા નાસ્તાનો આવશ્યક ભાગ છે. ઘણા લોકો દિવસભર એનર્જી લેવલ જાળવી રાખવા માટે નાસ્તામાં દૂધનું સેવન કરવાનું પસંદ કરે છે. જો કે આજકાલ દરેક વસ્તુમાં ભેળસેળ થઈ રહી છે. આવી સ્થિતિમાં, કોઈપણ વસ્તુનું સેવન કરતા પહેલા તેના પોષણ મૂલ્યને સારી રીતે તપાસવું તમારા માટે મહત્વપૂર્ણ બની ગયું છે. કારણ કે ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો ખાવાથી અનેક ગંભીર બીમારીઓનો ખતરો રહે છે. અન્ય ખાદ્ય પદાર્થોની જેમ દૂધમાં પણ ભેળસેળ શરૂ થઈ ગઈ છે. ભેળસેળવાળું દૂધ પીવાથી તમારું સ્વાસ્થ્ય જોખમમાં આવી શકે છે. તેથી, આજે અમે તમને કેટલીક એવી રીતો જણાવવા જઈ રહ્યા છીએ જેના ઉપયોગથી તમે ભેળસેળયુક્ત દૂધને ઓળખી શકો છો.