શોધખોળ કરો

Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણી પહેલા હજુ પણ વિપક્ષની વિકેટો પડશેઃ વજુભાઈ વાળાનો દાવો

રાજકોટ ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકર્તા સાચું બળ ગણાવી વજુભાઈ વાળાએ કહ્યું કે ગુજરાત વિધાનસભામાં 1માંથી 156 સુધી પહોંચી ગયા.

Lok Sabha Elections: લોકસભાની ચૂંટણી પહેલા હજુ પણ વિપક્ષની વિકેટો પડશે. આ મોટો દાવો ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ કર્યો છે. રાજકોટ ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકર્તા સાચું બળ ગણાવી વજુભાઈ વાળાએ કહ્યું કે ગુજરાત વિધાનસભામાં 1માંથી 156 સુધી પહોંચી ગયા અને હજુ પણ વિપક્ષના ધારાસભ્યો રાજીનામા આપવાના છે. કોંગ્રેસના મૂળિયાં ઉખેડી દેવા વજુભાઈએ કાર્યકર્તાઓને હાકલ કરી હતી.

આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ ભાજપે શરૂ કરી દીધી છે, આ અંતર્ગત હવે ગુજરાત બીજેપીએ કમર કસવાનું શરૂ કર્યુ છે, આજથી ગુજરાતમાં તમામ 26 લોકસભા બેઠકો જીતવા માટે કવાયત શરૂ કરાઇ છે, આજથી તમામ 26 લોકસભા ચૂંટણી માટેના કાર્યલયોનું ઉદઘાટન કરવામાં આવશે. આ અંતર્ગત અહીં જાણો કઇ લોકસભા બેઠકની જવાબદારી કોને સોંપવામાં આવી છે.....

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા આજે અમદાવાદ પહોંચ્યા છે, આ પહેલા અમદાવાદ એયરપોર્ટ પર જે.પી.નડ્ડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તેઓ આજે લોકસભાની તમામ 26 બેઠકોના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરશે. ઉદઘાટનને લઇને ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ  જોવા મળી રહ્યો છે.

ખાસ વાત છે કે, ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઇને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મોટો સંકલ્પ આપ્યો છે. ગુજરાતમાં તમામ કાર્યાલયોના ઉદઘાટનમાં મોટા નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. સરકારના મંત્રી, પ્રદેશ ભાજપના નેતાઓને આ તમામ જવાબદારી સોંપાઇ છે. સાંસદો, પૂર્વ સાંસદો, MLA પણ કાર્યાલય પર હાજર રહેશે.

તમામ 26 બેઠકોના કાર્યાલયની ઉદઘાટનની જવાબદારી સોંપાઇ છે. જુઓ અહીં...

- કચ્છમાં પ્રફુલ પાનસેરીયા કાર્યાલયના ઉદઘાટનમાં હાજર રહેશે.

- બનાસકાંઠા બેઠક પર પાલનપુરમાં કાર્યાલય ખોલાશે.

- બનાસકાંઠાના કાર્યાલયમાં અમિત ઠાકર, જેન્તી કવાડીયા હાજર રહેશે.

- પાટણમાં બળવંતસિંહ રાજપૂત, નંદાજી ઠાકોર હાજર રહેશે.

- મહેસાણામાં વર્ષાબેન દોશી કાર્યાલયના ઉદઘાટનમાં હાજર રહેશે.

- સાબરકાંઠાના કાર્યાલય ઉદઘાટનમાં રજની પટેલ, બાબુ જેબલિયા હાજર રહેશે.

- અમદાવાદ પૂર્વના કાર્યાલયમાં જગદીશ વિશ્વકર્મા, હિતેશ પટેલ હાજર રહેશે.

- અમદાવાદ પશ્ચિમમાં ભાનુબેન બાબરીયા, જયશ્રીબેન દેસાઈ હાજર રહેશે.

- સુરેન્દ્રનગરના કાર્યાલયમાં મુળુભાઈ બેરા, જવેરીલાલ ઠકરાર હાજર રહેશે.

- રાજકોટના કાર્યાલય પર આર.સી.ફળદુ, ભરત બોઘરાને જવાબદારી સોંપવામાં આવી છે.

- પોરબંદરના કાર્યાલયમાં વિનોદ ચાવડા, બિનાબેન આચાર્ય હાજર રહેશે.

- જામનગરના કાર્યાલયના ઉદઘાટનની રાઘવજી પટેલને જવાબદારી સોંપાઇ છે.

- અમરેલી કાર્યાલયના ઉદઘાટનની જવાબદારી કૌશિક વેકરીયાની છે.

- ભાવનગરમાં મનસુખ માંડવીયા, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા હાજર રહેશે.

- આણંદ કાર્યાલય પર નરહરિ અમીન, જ્હાનવી વ્યાસ હાજર રહેશે.

- ખેડા કાર્યાલય પર ગોરધન ઝડફીયા, પ્રશાંત કોરાટ હાજર રહેશે.

- પંચમહાલ કાર્યાલય પર બચુ ખાબડ, ગૌતમ ગેડીયા હાજર રહેશે.

- દાહોદ કાર્યાલય પર કુબેર ડિંડોર, કૈલાસબેન પરમાર હાજર રહેશે.

- વડોદરા કાર્યાલય પર પ્રદીપસિંહ જાડેજા, કૌશલ્યા કુંવરબા હાજર રહેશે.

- ભરૂચ કાર્યાલય પર મુકેશ પટેલ, રમીલાબેન બારા હાજર રહેશે.

- બારડોલી કાર્યાલય પર કુંવરજી હળપતી, ઉષાબેન પટેલ હાજર રહેશે.

- સુરત કાર્યાલય પર જ્યોતિબેન પંડ્યા, શીતલ સોની હાજર રહેશે.

- નવસારી કાર્યાલય પર બાલુ શુક્લા, જનક પટેલ હાજર રહેશે.

- વલસાડ કાર્યાલય પર કનુદેસાઈ, હિમાશું પટેલ હાજર રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂCar structed in Flooded river of Dhoraji RajkotGujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
Embed widget