શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાજકોટ: ગોંડલ પાસેથી અમૂલ દૂધના વાહનમાંથી પોલીસે 91 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો
અમૂલ દૂધના વાહનામાં આગળ દૂધના કેરેટ રાખી પાછળના ભાગે દારૂની પેટીઓ સંતાડવામાં આવી હતી.
![રાજકોટ: ગોંડલ પાસેથી અમૂલ દૂધના વાહનમાંથી પોલીસે 91 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો Police seized 91 cartons of foreign liquor an Amul milk Vehicle from vasavad Gondal રાજકોટ: ગોંડલ પાસેથી અમૂલ દૂધના વાહનમાંથી પોલીસે 91 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/16215123/amul-bolero.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટ: રાજકોટ જિલ્લાના ગોંડલના વાસાવડ ચોકડી પાસેથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. બુટલેગરોએ દારૂની હેરાફેરી કરવા માટે નવો કીમિયો અપનાવ્યો છે. અમૂલ દૂધના વાહનામાં આગળ દૂધના કેરેટ રાખી પાછળના ભાગે દારૂની પેટીઓ સંતાડવામાં આવી હતી.
રાજકોટ LCBએ રેડ કરી સફળતા પૂર્વક અમૂલ દૂધની બોલેરોમાંથી 91 પેટી અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે બોલેરો સહિત 9 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
રૂરલ LCBએ દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. રૂરલ LCBએ ઈલિયાસ હુસેનભાઈ કેડાની ધરપકડ કરી છે. અંદાજીત 9 લાખના મુદ્દામાલને રાજકોટ LCBએ ઝડપી પાડ્યો છે. પોલીસે વધુ બે આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)