જયેશ રાદડિયાનો હુંકાર, કહ્યું- વિઠ્ઠલભાઈનો પુત્ર છું, લડાયક ગુણો વારસામાં મળ્યા છે
રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકના ચેયરમેન જયેશ રાદડિયાના આકરા તેવર સામે આવ્યા છે. નામ લીધા વિના જયેશ રાદડિયાએ સહકારી આગેવાનોને નિશાન બનાવ્યા હતા
Jayesh Radadiya: રાજકોટમાં સહકારી ક્ષેત્રમાં વિવાદો વચ્ચે રાદડિયાએ હુંકાર કર્યો છે. રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકના ચેયરમેન જયેશ રાદડિયાના આકરા તેવર સામે આવ્યા છે. નામ લીધા વિના જયેશ રાદડિયાએ સહકારી આગેવાનોને નિશાન બનાવ્યા હતા. તેણે કહ્યું, વિઠ્ઠલભાઈનો પુત્ર છું, લડાયક ગુણો વારસામાં મળ્યા છે. અડધો ડઝન ખટપટીયા તત્વોને ખેર નથી, અમુક ખટપટીયા શાનમાં સમજે નહીં તો ખેર નહી.
જયેશ રાદડિયાનું પૂરું નામ જયેશ વિઠ્ઠલભાઈ રાદડિયા છે. જયેશ રાદડિયાનો જન્મ 8 ડિસેમ્બર, 1981ના રોજ રોજકાટના જામ કંડોરણામાં થયો હતો. તેના પિતાનું નામ વિઠ્ઠલભાઈ રાદડિયા અને માતાનુ નામ ચેતનાબેન રાદડિયા છે. જયેશ રાદડિયા કુલ 4 ભાઈઓ વૈભવ, જયેશ, કલ્પેશ અને લલિત છે. જો કે કલ્પેશ અને લલિત રાદડિયાના નાની વયે અવસાન થયા છે.
જયેશ રાદડિયાએ પોતાનો પ્રારંભિક અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વર્ષ 2001માં વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જીનિયરિંગમાં બી.ઈનો અભ્યાસ કર્યો છે. આમ શિક્ષણની દ્રષ્ટિએ વાત કરીએ તો તેમની ગણતરી શિક્ષિત નેતાઓમાં થાય છે. જયેશ રાદડિયાના પત્નીનું નામ મિત્તલબેન રાદડિયા છે. તેમના પરિવારમાં તે પોતે, તેમના પત્ની, દીકરી ક્રિષ્ના અને દીકરો માહિક છે.
View this post on Instagram
જયેશ રાદડિયાના પિતા વિઠ્ઠલભાઈ રાદડિયાનું 29 જુલાઈ, 2019ના રોજ તેમનું નિધન થયું હતું. તેમના મત વિસ્તાર જામકંડોરણા, ધોરાજીના મતદારો પર તેમની ખૂબ સારી પકડ હતી. આથી જ તેઓ કોઈ પણ પક્ષમાંથી ચૂંટણી લડતા લોકો તેને ભારે બહુમતિથી જીતાડતા હતા. સૌરાષ્ટ્રમાં તેઓ છોટે સરદારના હુમલામણા નામથી જાણીતા હતા.
વિઠ્ઠલભાઈ રાદડિયાએ બી.એ. સુધીનો અભ્યાસ કર્યો હતો. રાજકારણમાં આવ્યા પહેલા તેઓ સામાજિક કાર્યકર તરીકે લોકોની સેવા કરતા હતા. વર્ષ 2013માં ગુજરાતના તત્કાલિન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારોથી પ્રભાવિત થઈને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. વિઠ્ઠલ રાદડિયાએ રાજીનામાં આપ્યું ત્યારે તેઓ પોરબંદર બેઠક પરથી કોંગ્રેસના સાંસદ હતા. આ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં તેમની જીત થઈ હતી. બાદમાં 2014ના વર્ષમાં સામાન્ય ચૂંટણીમાં તેઓ ફરીથી આ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. એટલે કે કોંગ્રેસની ટિકિટ બાદ તેઓ આજ બેઠક પરથી ભાજપની ટિકિટ પરથી પણ ચૂંટણી લડ્યા હતાં