શોધખોળ કરો

Rajkot: વાગુદડ નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો તણાયા, 2ના મોત 

રાજકોટ(Rajkot)ના લોધિકા નજીક વાગુદડ (Vagudad)નદીમાં ન્હાવા પડેલા ચાર કિશોર પૈકી બેના ડૂબી જવાથી મોત નિપજ્યા છે.  રાજકોટના વાગુદડ  નજીક પાણીમાં ન્હાવા માટે 4 યુવાનો પડ્યા હતા.

રાજકોટ(Rajkot)ના લોધિકા નજીક વાગુદડ (Vagudad)નદીમાં ન્હાવા પડેલા ચાર કિશોર પૈકી બેના ડૂબી જવાથી મોત નિપજ્યા છે.  રાજકોટના વાગુદડ  નજીક પાણીમાં ન્હાવા માટે 4 યુવાનો પડ્યા હતા. પાણીમાં પડેલા આ યુવાનો તણાયા હતા. જેને બચાવવા માટે રેસ્ક્યૂ શરુ કરવામાં આવ્યું છે. બચાવકાર્યમાં બે યુવાનોનો આબાદ બચાવ થયો. પરંતુ  અન્ય 2 યુવાનોના મોત થયા છે. 

રાજકોટ(Rajkot)ના લોધિકા નજીક વાગુદડ (Vagudad)નદીમાં ન્હાવા પડેલા ચાર કિશોર પૈકી બેના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં રહેતા ચાર યુવકો બપોરના સમયે નદીમાં ન્હાવા પડ્યા હતાં.   યુવાનો તણાતા પોલીસ સ્ટાફ, અને સ્થાનિક તરવૈયા બંને યુવકોને શોધવાના પ્રયાસ શરુ કર્યા છે.  તમને જણાવી દઈએ કે રાજકોટ કાલાવડ હાઈવે પર વાગુદડ નજીક આવેલી નદીમાં આ યુવાનો ન્હાવા પડ્યા હતા. યુવાનો મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં કામ કરતા મજુર હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આ યુવકો મૂળ મધ્યપ્રદેશના રહેવાસી હોવાની માહિતી પણ આવી છે.

બપોરના સમયે આ યુવાનો નદીમાં ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન 2 યુવકો પાણીમાં ડૂબી ગયા હતા. જ્યારે 2 યુવકોનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક તંત્ર, મામલતદાર લેવલના અધિકારીઓ આ સ્થળે આવી પહોંચ્યા છે. 

ચાર પૈકી મૂળ એમપીના 17 વર્ષીય કૃણાલ પંડ્યા અને મૂળ બિહારના 12 વર્ષીય અમન ગુપ્તાનું ડૂબી જતા મોત નિપજ્યું છે.   પોલીસે ફાયર વિભાગની મદદથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડયા છે. 

ગુજરાતમાં 21 સપ્ટેમ્બર સુધીમાં ક્યા 16 જિલ્લામાં ભારે વરસાદ પડશે ? જાણો શું છે મોટું કારણ ?

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લે છેલ્લે પડેલા વરસાદના કારણે લોકોમાં રાહત છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે,  આગામી 21 સપ્ટેમ્બર સુધી રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ગુજરાતના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના  વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં 21 સપ્ટેમ્બર સુધીમાં  પંચમહાલ, મહિસાગર, ભરૂચ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભાવનગર, સુરત, વડોદરા નર્મદા, નવસારી અને તાપી એમ 16 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ અઠવાડિયે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ડિપ ડિપ્રેશનમાં ફેરવાયા બાદ ફરીથી લો-પ્રેશરમાં ફેરવાયું છે. હાલમાં લો-પ્રેશર મધ્યપ્રદેશ પર છે પણ ગુજરાત તરફ આવી રહ્યું છે અને આગામી થોડા દિવસો સુધી મધ્ય ગુજરાત પર રહેશે. આ લો-પ્રેશર 48 કલાકમાં નબળું થતું જશે તેના કારણે ણે મધ્ય પ્રદેશ તથા તેના પાડોશી રાજ્યો ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદની સંભાવના બની રહી છે. આ લો પ્રેશરના કારણે મધ્ય પ્રદેશમાં શુક્રવારે અને શનિવારે ભારે વરસાદ પડ્યો હતો. આ ભારે વરસાદ રવિવારે પણ યથાવત રહેશે. તેના કારણે રાજસ્થાન અને ગુજરાતમાં 18 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી અતિ ભારે વરસાદ પડી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
Rajkot News: રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફેલાવી અંધશ્રદ્ધા, ભૂત-પ્રેત કાઢતા હોવાના કર્યા નાટકો
Rajkot News: રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફેલાવી અંધશ્રદ્ધા, ભૂત-પ્રેત કાઢતા હોવાના કર્યા નાટકો
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'

વિડિઓઝ

Surat Deputy Mayor : સુરતના ડે. મેયર સુધાકર ચૌધરી આવ્યા વિવાદમાં, પુત્રો પર શું લાગ્યો આરોપ?
Share Market News: ભારતીય શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 550થી વધુ પોઇન્ટનો કડાકો
School Opening : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,વિદ્યાર્થીઓનું તિલક કરી કરાયું સ્વાગત
Dhirendra Krishna Shashtri : ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં મહિલાઓ ધૂણવા લાગી
Philippines Earthquake : ફિલિપાઇન્સમાં શક્તિશાળી ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’
ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય: અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી કચડીને નવો રેકોર્ડ
ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય: અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી કચડીને નવો રેકોર્ડ
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ચાંદી ₹6,000 સસ્તી થઈ, જાણો 24 કેરેટ સોનાનો આજનો ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ચાંદી ₹6,000 સસ્તી થઈ, જાણો 24 કેરેટ સોનાનો આજનો ભાવ
'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી
'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત
Embed widget