શોધખોળ કરો

Accident: રાજકોટમાં મવડી ચોકડી પાસે બેફામ કાર ચાલકે સર્જ્યો અકસ્માત, 3 લોકોને લીધા અડફેટ

Latest Rajkot News: રાજકોટના  મવડી ચોકમાં મંગળવારે રાત્રીના પૂરપાટ ઝડપે નીકળેલી કારે બે બાઇકને ઉલાળ્યા હતા.

Rajkot Accident News: રાજકોટમાં અકસ્માતનો (accidnets in Rajkot) સિલસિલો વણથંભ્યો છે. રાજકોટમાં મવડી ચોકડી (mavdi chokdi Rajkot) પાસે બેફામ કાર ચાલકે (car driver) અકસ્માત સર્જ્યો છે. બે બાઇકમાં સવાર ત્રણ લોકોને કાર ચાલકે અડફેટે લીધા હતા. ઓવર સ્પીડે (overspeed) આવતી કાર વીજપોલ સાથે અથડાઈ હતી. વીજપોલ ધરાશાયી થતાં વીજ લાઇન બંધ કરવી પડી હતી. માલવિયાનગર પોલીસે કાર ચાલક અર્જુનસિંહ ઝાલાની અટકાયત કરી હતી. કાર ચાલક નશાની હાલતમાં છે કે નહીં તે અંગે પોલીસ બ્લડ સેમ્પલ લેવડાવશે. જાગ્રસ્ત ત્રણેય વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

રાજકોટના  મવડી ચોકમાં મંગળવારે રાત્રીના પૂરપાટ ઝડપે નીકળેલી કારે બે બાઇકને ઉલાળ્યા હતા. મવડી ચોકડી પાસેના સિદ્ધિ આઇકોનમાં રહેતા પ્રફુલભાઇ મગનભાઇ નામના 50 વર્ષના પ્રૌઢ બાઇક ચલાવીને જતા હતા અને મવડી ચોકડી નજીક સંજીવની હોસ્પિટલ પાસે પહોંચ્યા હતા ત્યારે એક કાર ચાલકે આવી ટક્કર મારી હતી. જેના કારણે તેઓ બીજી બાઇક સાથે ટકરાયા હતા.

અમદાવાદના રખિયાલમાં એકવલાયું જીવન જીવતી વૃદ્ધાને પડોશીએ ચાકુના ઘા મારીને હત્યા કરી હતી. પોલીસ તપાસમાં પડોશમાં રહેતો શખ્સ વૃદ્ધાના મીટરમાંથી લાઇટ વાપરતો હતો આરોપી લાઈટ બીલના રૃપિયા નહી આપતા બને વચ્ચે ઝઘડો થયો હતો આરોપીને મૃતકના ભાઇએ માર માર્યો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઇએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે હત્યાનો ગુનો નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

રખિયાલમાં રહેતા આધેડે રખિયાલ પોલીસ સ્ટેશનમાં રખિયાલ સંજયનગર છાપરામાં રહેતા સઇદમોહંમદ શેખ સામે ફરિયાદ નોંધાવી છે કે  તેમના 70 વર્ષના મોટા બહેન  એકલા રહેતા હતા. આજે સવારે  તેમના બહેનની પાડોશમાં રહેતો શખ્સ તેમના ઘરે આવ્યો અને કહ્યું કે તમારી બહેનને પડોશમાં રહેતો સઈદમોહંમદ શેખે તમારી બહેનને ચાકુના ઘા મારી દીધા છે. જેથી ફરિયાદી તુરંત તેઓ તેમની બહેનના ઘરે પહોંચી ગયા હતા. ત્યારે તેમના બહેન લોહી લુહાણ હાલતમાં પડેલા હતા.બીજીતરફ આરોપી ત્યાં ચાકુ લઇને ઉભો હતો જેથી તેના હાથમાંથી ચાકુ લઈને નીચે ફેંકી દીધું અને તેને માર માર્યો હતો.

આ સમયે આસપાસના લોકો ભેગા થઈ ગયા અને આરોપીને વધુ મારથી બચાવી લીધો હતો. ત્યારબાદ પડોશીએ સારવાર માટે 108ને ફોન કરતા ઘટના સ્થળે પહોચેલી 108ની ટીમે તપાસીને વૃદ્ધાને મરણ જાહેર કરી હતી. આસપાસના લોકોને પૂછતા જાણવા મળ્યુ કે આરોપીએ તેમની બહેનના મીટરમાંથી લાઇટ મેળવી હતી. જે લાઇટ બીલના રૃપિયા ભરવા બાબતે ઝઘડો થતા શખ્સે ચાકુના ઘા મારીને હત્યા કરી હતી. આ ઘટના અંગે રખિયાલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Embed widget