રાજકોટ બિલ્ડર મહેન્દ્ર ફળદુ સૂસાઇડ કેસઃ સાતેય બિલ્ડરો પોલીસ પકડથી દૂર, તમામના ઘરે તાળા
અગ્રણી એડવોકેટ બિલ્ડર મહેન્દ્ર ફળદુ આપધાત કેસમાં ઘટનાના બે દિવસ બાદ પણ નામાંકિત આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. રાજકોટ-અમદાવાદના સાતેય બિલ્ડરો ઘરને તાળા મારી થયા પલાયન થયા છે.
રાજકોટઃ અગ્રણી એડવોકેટ બિલ્ડર મહેન્દ્ર ફળદુ આપધાત કેસમાં ઘટનાના બે દિવસ બાદ પણ નામાંકિત આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. રાજકોટ-અમદાવાદના સાતેય બિલ્ડરો ઘરને તાળા મારી થયા પલાયન થયા છે. અમદાવાદ તો ઠીક રાજકોટનો એક પણ આરોપી પોલીસને હાથ ન લાગ્યો. અમદાવાદ ઓઝોન ગ્રુપની ઓફિસે રાજકોટ પોલીસે સર્ચ કર્યું.
મહેન્દ્ર ફળદુની સૂસાઈડ નોટ મા આરોપીઓને IAS અને IPS સાથે રાજકિય સાંસદ સાથે સબંધનો ઉલ્લેખ છે. પલાયનમા મદદરૂપ બન્યાના સવાલ ઉઠ્યા છે. રાજકોટના અમિત ચૌહાણની ભાગીદારી રાજકીય કનેકશનની ચર્ચા. મહેન્દ્ર ફળદુએ જયારે આપધાત કર્યો અને પ્રેસરિલીઝ થઇ ત્યારે આ મોટા માથાને પૂછપરછ કરવા રાઉન્ડ કરી લેવાની જરૂર હોવાની ચર્ચા. નામાંકિત આરોપી બિલ્ડરો કેમ ભાગી રહ્યા છે? શું વગદાર બિલ્ડરો ને બચાવવાં રાજકીય કે સામાજિક નેટવર્ક શરૂ થયું?
કડવા પાટીદાર સમાજના અગ્રણી અને વકીલ મહેન્દ્ર ફળદુના કેસમા સાત બિલ્ડરો સામે આપધાતની ફરજ પાડવા સહિતની કલમ સાથે ગુનો નોંધાયો છે, જેમાં દિપક પટેલ તો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વાઇસ પ્રેસિડેન્ટ છે. પોલીસ આરોપીઓને ઘરે પહોંચે તે પહેલા તાળા કેમ? રાજકોટ પોલીસ ની ટિમો હજી નામાંકિત બિલ્ડરો પકડવામાં હાલ તો ટૂંકી પડી રહી છે.
ણીતા બિલ્ડર અને પાટીદાર આગેવાન મહેન્દ્ર ફળદુએ ઝેરી દવા પીધા પછી ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. પોતાની ઓફિસ ખાતે આત્મહત્યા કરી છે. આત્મહત્યા કરતા પહેલા મિડીયાને પ્રેસનોટ મોકલી હતી. અમદાવાદ જિલ્લાની બાવળા તાલુકાની "ધ તસ્કની બીચ સીટી" નામના પ્રોજેક્ટમાં મહેન્દ્ર ફળદુ અને તેના પરિવારજનોએ 1 લાખ વાર જગ્યા ખરીદીને કરોડોનું રોકાણ કર્યું હતું. મહેન્દ્ર ફળદુના કહેવાથી 2007માં ત્રણ કરોડથી વધારે રૂપિયાનું ઓઝોન ગ્રુપમાં રોકાણ કરાયુ. જો કે ઓઝોન ગ્રુપના બિલ્ડર એમ.એમ.પટેલ, અમિત ચૌહાણ, અતુલ મહેતા, અમદાવાદના ઓઝોન ગ્રુપના જયેશ પટેલ, દિપક પટેલ , પ્રણય પટેલ અને પ્રકાશ પટેલ જમીનના દસ્તાવેજ કરી આપતા ન હતા.
મહેન્દ્ર પટેલ સામે ખોટી ફરિયાદો કરીને ધાકધમકી આપીને હેરાન પરેશાન કરતા હોવાનો પ્રેસનોટમાં ઉલ્લેખ. આશરે 35 કરોડ રૂપિયાની જમીનના દસ્તાવેજ ન કરી આપવામાં આવતા હોવાનો ઉલ્લેખ. મહેન્દ્ર ફળદુએ તેના પરિવારના રોકાણકારોને રૂપિયા માટે દબાણ કરાતું હતું. મહેન્દ્ર પટેલ આર્થિક સંકળામણમાં આવી ગયા હોવાથી આ પગલું ભર્યું. ઓઝોન ગ્રુપ દ્રારા મહેન્દ્ગ ફળદુને ધમકી અપાતી હતી. તેઓના રાજ્યના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્ય ભાગીદાર છે. આઇએએસ અને આઇપીએસ અધિકારીઓ સાથે ઘરોબો ધરાવે છે, તેવું કહીને ધમકી આપવામાં આવતી. મહેન્દ્ર ફળદુ ક્લબ યુવી ગ્રુપના ચેરમેન તથા જાણીતા એડવોકેટ અને કડવા પાટીદાર સમાજની વિવિધ સંસ્થા સાથે જોડાયેલા છે. તેમની આત્મહત્યાના સમાચાર મળતા ભાજપના અગ્રણીઓ પોસ્ટમોર્ટમ રૂમમાં પહોંચ્યા હતા.
સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ કલબ યુ.વી ના સંસ્થાના ચેરમેન અને જાણીતા કડવા પાટીદાર આગેવાન મહેન્દ્રભાઈ ફળદુએ આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચ્યો છે. મહેન્દ્રભાઇએ મૃત્યુ પહેલા અખબારો ઉપર એક પ્રેસનોટ મોકલી. હું મહેન્દ્ર ફળદુ પ્રેસનોટ મુજબ મોકલું છું. આત્મહત્યા કરી રહ્યો છું આ માટે તસ્કની ઓઝોન ગ્રુપ જવાબદાર. મારી ૩૩ કરોડની મિલકતના દસ્તાવેજો કરી આપતા નથી . મારા ગ્રુપના 70 કરોડના દસ્તાવેજ છે. અમિત ચૌહાણ,એમ.એમ.પટેલ, અતુલ મહેતા અને અમદાવાદના લોકો જવાબદાર હોવાનું પ્રેસનોટમાં ઉલ્લેખ. મને ખૂબ જ હેરાન કરેલ છે મારા ઉપર ફરિયાદો કરે છે ધમકીઓ આપે છે.