શોધખોળ કરો
Advertisement
રાજકોટમાં આગામી દિવસોમાં આવનારા તહેવારોને લઈ કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું, કયા કયા પ્રતિબંધ લગાવાયા?
રેમ્યા મોહને બકરી ઇદ, પર્યુષણ, સંવત્સરી, ગણેશોત્સવ, જન્માષ્ટમીને ધ્યાનમાં રાખી જાહેરનામું બહાર પાડ્યું છે.
રાજકોટઃ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને બકરી ઇદ, પર્યુષણ, સંવત્સરી, ગણેશોત્સવ, જન્માષ્ટમીને ધ્યાનમાં રાખી જાહેરનામું બહાર પાડ્યું છે. રાજકોટમાં ગણપતિજી અને શ્રી કૃષ્ણની મૂર્તિ ૨ ફૂટથી વધુ ઊંચી બનાવા પર પ્રતિબંધ મુકાયો છે. બકરી ઇદમાં કુરબાની પછી માસ, હાડકા, અવશેષો જાહેરમાં ફેંકવા પર પ્રતિબંધ મુકાયો છે. તેમજ જાહેરમાં પંડાલ બાંધવા પર પ્રતિબંધ મુકાયો છે.
રાજકોટના કોઈ પણ સ્થળે ધાર્મિક અને સામાજિક મેળાવડા પર પ્રતિબંધ મુકાયો છે. જિલ્લા કલેક્ટરે આદેશ આપ્યો છે કે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સૃની અમલવારી ફરજીયાતપણે કરવાની રહેશે. 2 સપ્ટેમ્બર સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. ખંડિત મૂર્તિઓને પણ બિનવારસી હાલતમાં નહીં મુકી શકાય.
એટલું જ નહીં, કુદરતી જળાશયોમાં મૂર્તિનું વિસર્જન કરવા પ્રતિબંધ મુકાયો છે. જાહેરનામાનો ભંગ કરનાર લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દુનિયા
Advertisement