શોધખોળ કરો
રાજકોટમાં કોંગ્રેસના ક્યા નેતા જુગાર રમતા પકડાયા ? જાણો પોલીસે કેટલી રકમ કરી જપ્ત ?
પોલીસે આરોપીઓ પાસેથી 82 હજાર રોકડા અને કુલ 1,15,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

(પ્રતીકાત્મક તસવીર)
ઉપલેટાઃ સૌરાષ્ટ્રમાં જુગાર હવે માત્ર શ્રાવણ મહિના પૂરતો જ નથી રમવામાં આવતો પરંતુ બારે માસ રમાઈ રહ્યો છે. પોલીસ દ્વારા વારંવાર જુગારીઓને પકડવામાં આવતાં હોવા છતાં કોઈ ફેર પડતો નથી. રાજકોટના ઉપલેટા પોલીસે જુગારધામ પર રેડ કરીને મોટા માથાં ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 82 હજાર રોકડા અને કુલ 115000 નું મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે ચોક્કસ બાતમીના આધારે રેડ પાડીને ઉપલેટા કોંગ્રેસના મોટા માથાને જુગાર રમતા પકડી પાડ્યા હતા. જેમાં ઉપલેટા કોંગ્રેસના પ્રમુખ કૃષ્ણકાંત ચોંટાઈ, નગરપાલિકાના સદસ્ય ભાયાભાઈ વસરા, નગરપાલિકાના ભૂતપૂર્વ વિપક્ષના નેતા નારણભાઇ ચંદ્રવાડિયા સહિત અન્ય છ થઈને નવ લોકોને ઝડપી લીધા હતા.
ઉપલેટા નગરપાલિકાના સભ્ય સહિત કોંગ્રેસ પ્રમુખ ઝડપાતા આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી 82 હજાર રોકડા અને કુલ 1,15,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉપલેટા પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ઉપલેટા નગરપાલિકાના સભ્ય સહિત કોંગ્રેસ પ્રમુખ ઝડપાતા આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી 82 હજાર રોકડા અને કુલ 1,15,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉપલેટા પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વધુ વાંચો





















