શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

રાજકોટમાં ક્યા ટોચના પોલીસ અધિકારી સહિત 90 પોલીસોને થયો કોરોના ? જાણો શું લેવાયાં પગલાં ?

રાજકોટના ડીસીપી ઝોન 02 મનોહરસિંહ જાડેજા સહિત કુલ 90 પોલીસ કર્મીઓને કોરોના થયો છે. તમામ હોમ ક્વોરન્ટાઈન થયા છે. રાજકોટ મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલ શહેરના રાજમાર્ગો પર નીકળ્યા હતા. લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવા અને માસ્ક પહેરવા માટે અપીલ કરી હતી.

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાએ ઉથલો માર્યો છે, ત્યારે હવે સૌરાષ્ટ્રમાં પણ કોરોના બેકાબૂ બની રહ્યો છે, ત્યારે રાજકોટની પરિસ્થિતિ વણસી છે. રાજકોટના ડીસીપી ઝોન 02 મનોહરસિંહ જાડેજા (Manoharsinh Jadeja) સહિત કુલ 90 પોલીસકર્મીઓને (Rajkot Police) કોરોના થયો છે. તમામ હોમ ક્વોરન્ટાઈન (Home Quarantine) થયા છે. 

રાજકોટ મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલ શહેરના રાજમાર્ગો પર નીકળ્યા હતા. લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવા અને માસ્ક પહેરવા માટે અપીલ કરી હતી. સ્મશાન માટે કોન્ટ્રોલરૂપ શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટમાં દર એક પોઝિટિવ આવે ત્યારે 70 લોકોને કોન્ટેક ટ્રેસિંગ કરવામાં આવે છે. અમૃત ઘાયલ હોલમાં ત્રણ દિવસમાં 200 ઓક્સિજન બેડ શરૂ થશે. તેમણે જણાવ્યું હતું કે, માસ્ક એ જ લોકડાઉન. હજી લોકો દંડથી બચવા માટે માસ્ક પહેરે છે. અમને દંડ લેવામાં જરાય રસ નથી, તેમ મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.  

માણસની માણસાઈ તો ગઈ, જીવ ગયા પછી પોતાના સ્વજનોના અસ્થિલેવા માટે લોકો નથી આવતા. પોતાના સ્વજનોને મર્યા પછી ભૂલ્યા કે કોરોનાના ડરના કારણે લોકો અસ્થિ લેવા માટે નથી આવતા. રાજકોટ(Rajkot)માં શહેરના સ્મશાનમાં અસ્થીઓનો ભરાવો થયો છે. 

રામનાથપરા સ્મશાન (Ramnathpara smashan)માં 4 મહિનામાં 500 જેટલા અસ્થીઓ મહિનાઓથી પડયા છે. સરગમ કલબ સંચાલીત રામનાથપરા સ્મશાન દ્વારા દર છ મહિને હરિદ્વારમાં અસ્થિ વિસર્જન કરવામાં આવે છે. રાજકોટ રામનાથપરા સ્મશાનના સંચાલક ગુણુંભાઈ ડેલાવાળાએ કહ્યું કોવિડ ગાઈડલાઈન મુજબ દરરોજ 40 લોકોનો રામનાથપરામાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. રામનાથપરા સ્મશાનમાં 4 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે.

ગુજરાત(Gujarat)માં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે હવે રાજકોટ(Rajkot)માં પણ કોરોનાની સારવાર દરમિયાન થતાં મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોના(Corona)ની સારવાર દરમિયાન 42 લોકોના મોત થયા છે. બે દિવસમાં રેકોર્ડબ્રેક 87 લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે. છેલ્લા છ દિવસથી ક્રમશ: મોતના આંકડામાં વધારો થઇ રહ્યો છે.

બીજી તરફ કોરોના પોઝિટિવની સંખ્યામાં 475 દર્દીનો વધારો થયો છે. મહાનગરપાલિકા (Rajkot Corporation)એ વોર્ડ વાઇઝ કોરોનાની કામગીરી કરવા માટે વોર્ડ પ્રભારીની નિમણૂક કરી છે. 18 વોર્ડમાંથી 4 વોર્ડના પ્રભારી કોરોનાગ્રસ્ત છે. બીજી તરફ વેક્સિનના બે ડોઝ લેનાર સિવિલ હોસ્પિટલના પૂર્વ સર્જન, નર્સિંગ સુપરિ. સહિતનાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ રવિવારે શહેરમાં 405 વ્યક્તિના કોરોના રિપોર્ટ (Corona report) પોઝિટિવ આવ્યા હતા. શહેરમાં કુલ કેસ 22636 થયા છે. હાલ 2749 સારવાર હેઠળ છે અને 184 દર્દીને રજા આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં 70 વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil hospital)ના પૂર્વ સર્જન ડો.પંકજ બૂચ, નર્સિંગ સુપરિ. હિતેન્દ્ર ઝાખરિયા તેમજ બે સેનેટરી ઇન્સ્પેક્ટરે વેક્સિનના બે ડોઝ મુકાવ્યા બાદ પણ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ મનપાના વોર્ડ પ્રભારી અલ્પના મિત્રા, વાસંતીબેન પ્રજાપતિ સહિત ચાર વોર્ડ પ્રભારી પણ કોરોનાગ્રસ્ત બન્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Saurashtra: BZ Scam News: કૌભાંડનો પર્દાફાશ, સૌરાષ્ટ્રના પણ ઘણાય લોકો છેતરાયા હોવાનો મોટો ઘટસ્ફોટHun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?Hun To Bolish : હું તો બોલીશ : લૂંટાયા લોભિયાઓના કરોડો?Rajkot News: જયંતી સરધારા પર હુમલાના કેસમાં નવો ટ્વિસ્ટ, વિવાદ પહોંચ્યો લેઉવા-કડવા પાટીદાર સુધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
‘સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યા પછી દુષ્કર્મનો કેસ દાખલ કરવો ચિંતાજનક’, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
‘સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યા પછી દુષ્કર્મનો કેસ દાખલ કરવો ચિંતાજનક’, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
Embed widget