શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rajkot : ભાજપના ઉમેદવારોની યાદી જાહેર, રાજકોટના તમામ 18 વોર્ડના 72 ઉમેદવારોની આ રહી યાદી
આજે ભાજપ દ્વારા રાજકોટ કોર્પોરેશન માટેના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ દ્વારા રાજકોટના 18 વોર્ડના 72 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. એક વોર્ડમાં બે મહિલા અને બે પુરુષને ટિકિટ આપવામાં આવી છે.
![Rajkot : ભાજપના ઉમેદવારોની યાદી જાહેર, રાજકોટના તમામ 18 વોર્ડના 72 ઉમેદવારોની આ રહી યાદી Rajkot Corporation elections : BJP declare all 18 ward's 72 candidate list Rajkot : ભાજપના ઉમેદવારોની યાદી જાહેર, રાજકોટના તમામ 18 વોર્ડના 72 ઉમેદવારોની આ રહી યાદી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/04194131/BJP.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટઃ ગુજરાતમાં આગામી 21મી ફેબ્રુઆરીએ 6 મનપાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે ભાજપ દ્વારા રાજકોટ કોર્પોરેશન માટેના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ દ્વારા રાજકોટના 18 વોર્ડના 72 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. એક વોર્ડમાં બે મહિલા અને બે પુરુષને ટિકિટ આપવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના ઉમેદવારોની જાહેરાત કરતાં પહેલા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આજે પત્રકાર પરીષદ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભાજપે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 576 બેઠકો માટે શિસ્તબદ્ધ રીતે ઉમેદવારી અંગે ચર્ચા કરવામાં આવી છે. આજ સાંજ સુધીમાં તબક્કાવાર મહાનગરપાલિકાના ઉમેદવારોનું લિસ્ટ જાહર થશે. કાલે 12.30 વિજય મૂહુર્ત માં ઉમેદવારો ઉમેદવારી પત્રો ભરશે.
તેમણે જણાવ્યું હતું કે, 50 ટકા મહિલા અને 50 ટકા પુરુષ ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે. સંગઠનમાં જવાબદાર આગેવાનોને રાજીનામું આપ્યા બાદ ટીકીટ આપવામાં આવશે અને સંગઠનમાં એ જગ્યા તાત્કાલિક ભરવામાં આવશે. ભાજપની યાદીમાં 60 વર્ષથી નીચેની ઉંમરના ઉમેદવારો હશે. ભાજપની યાદીમાં મોટા ભાગના યુવા ઉમેદવારો હશે. એક પણ માજી મેયરને ટિકિટ આપવામાં આવશે નહીં.
![Rajkot : ભાજપના ઉમેદવારોની યાદી જાહેર, રાજકોટના તમામ 18 વોર્ડના 72 ઉમેદવારોની આ રહી યાદી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/04193840/Rajkot-BJP-Candidate.jpg)
![Rajkot : ભાજપના ઉમેદવારોની યાદી જાહેર, રાજકોટના તમામ 18 વોર્ડના 72 ઉમેદવારોની આ રહી યાદી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/04141140/Rajkot-BJP-Candidate01.jpg)
![Rajkot : ભાજપના ઉમેદવારોની યાદી જાહેર, રાજકોટના તમામ 18 વોર્ડના 72 ઉમેદવારોની આ રહી યાદી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/04193914/Rajkot-BJP-Candidate1.jpg)
![Rajkot : ભાજપના ઉમેદવારોની યાદી જાહેર, રાજકોટના તમામ 18 વોર્ડના 72 ઉમેદવારોની આ રહી યાદી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/04194003/Rajkot-BJP-Candidate3.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)