શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના કયા જાણીતા ડોક્ટરનું કોરોનાથી થયું મોત? અનેક સામાજિક સંસ્થાઓ સાથે હતા જોડાયેલા
સિનયર ડો.બી.ટી.ડઢાણીયાના નિધનથી તબીબોમાં શોકની લાગણી ફરી વળી છે.
રાજકોટઃ ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયા હાલ કોરોના સામે લડી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. એમાં પણ રાજકોટમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધુ છે. ત્યારે રાજકોટના તબીબો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂકેલા ડોક્ટર ડઢાણીયાનું કોરોનાથી મોત થયું છે. રાજકોટમાં કોવિડથી પ્રથમ ડોકટરનું મોત થયું છે.
રાજકોટમાં સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે ડોક્ટર ડઢાણીયાનું કલીનીક આવેલું છે. 25 વર્ષ સુધી તેમને બાટવામાં પ્રેક્ટિસ કરી છે. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર ડઢાણીયા કોરોનાની સારવાર લેતા હતા. અનેક સામાજિક સંસ્થાઓ સાથે ડોક્ટર ડઢાણીયા જોડાયેલા હતા. સિનયર ડો.બી.ટી.ડઢાણીયાના નિધનથી તબીબોમાં શોકની લાગણી ફરી વળી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
શિક્ષણ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion