Rajkot: ઘોર બેદરકારી, સરકારી દવાઓના જથ્થાને નદીની સીમમાં સળગાવી દેવાતા વિવાદ, અપાયા તપાસના આદેશ
રાજકોટમાં રાજકોટ મનપા આરોગ્ય કેન્દ્રની બેદરકારી સામે આવી છે, રાજકોટમાં લાલપરી નદીમાં આરોગ્ય કેન્દ્રને આપવામાં આવેલી દવા સળગાવેલી હાલતમાં મળી આવી છે.
Rajkot: સુરતમાં એક ઘોર બેદરકારીની ઘટના સામે આવી છે, રાજકોટમાં સરકારી દવાઓના જથ્થાને નદીની સીમમાં સળગાવી દેવામાં આવ્યો હોવાની ઘટનાથી તંત્ર સામે સવાલો ઉભા થયા છે, આ મુદ્દે હવે મનપા કમિશનરે તપાસના આદેશ આપીને કડક કાર્યવાહી કરવાનું કહ્યું છે.
રાજકોટમાં રાજકોટ મનપા આરોગ્ય કેન્દ્રની બેદરકારી સામે આવી છે, રાજકોટમાં લાલપરી નદીમાં આરોગ્ય કેન્દ્રને આપવામાં આવેલી દવા સળગાવેલી હાલતમાં મળી આવી છે. રાજકોટના મોરબી રોડ પર આવેલ આરોગ્ય કેન્દ્રનું કારસ્તાન હોવાનું પ્રથમીક તારણ છે. દવાનો જથ્થો જો એક્સપાયરી થાય તો નિકાલ માટે પદ્ધતિ હોય છે, મેડિકલ વેસ્ટ લેવા આવતી વાનમાં આ જથ્થાનો નિકાલ કરવાનો હોય છે. આ ઘટના બાદ મનપા મોરબી રૉડ પર આવેલા આરોગ્ય કેન્દ્રના ફાર્મસીસ સામે અનેક સવાલો ઉભા થયા છે, લોકો પુછી રહ્યાં છે કે, કેમ અટલી મોટી માત્રામાં દવા સળગાવી હશે, આને કેમ યોગ્ય નિકાલ કરવામાં ના આવ્યો. હવે આ મામલે રાજકોટ મહાનગરપાલિકા કમિશનરે આરોગ્ય અધિકારીને તપાસના આદેશ આપ્યા છે.
રાજકોટમાં કામવાળીની કરતૂત, વૃદ્ધાને બંધક બનાવીને ઘરમાંથી 15 લાખ લૂંટી ફરાર
રાજકોટમાં ધોળેદહાડે લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. રાજકોટના પોશ વિસ્તારમાં ધોળેદહાડે લાખોના લૂંટની ઘટનાનો મામલો સામે આવ્યો છે. માહિતી પ્રમાણે, એક વૃદ્ધાને બંધક બનાવીને કામવાળીએ પોતાના સાગરિતોની સાથે મળીને આ લાખોની લૂંટને અંજામ આપ્યો છે. રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક કોહીનૂર એપાર્ટમેન્ટમાં 15 લાખથી વધુની લૂંટ કરીને આરોપી ફરાર થઇ ગયો હતો. લગભગ ઘટનાને 48 કલાકથી વધુનો સમય થઇ ગયો છે છતાં આરોપી પોલીસ પકડથી દૂર છે. પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે, હાલમાં પોલીસ CCTV આધારે લૂંટ કરનાર કામવાળી અને તેના સાગરીતની શોધખોળમાં લાગી છે. કોહિનૂર એપાર્ટમેન્ટમાં વૃદ્ધાને બંધક બનાવી લૂંટની આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. લૂંટના આરોપીને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે અને લગભગ 200 જેટલાં CCTV કેમેરા પણ ચકાસ્યા છે, આરોપી હજુ પોલીસ પકડથી દુર છે.
રાજકોટના રેસકોર્સમાં તારીખથી શરૂ થશે જન્માષ્ટમીનો લોકમેળો, વિવિધ સમિતિની કરાઇ રચના
રાજકોટઃ રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો આ વર્ષે 5થી 9 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. જન્માષ્ટમી નિમિત્તે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાય છે. આ વર્ષે આ લોકમેળો 5થી 9 નવેમ્બર સુધી યોજાશે. લોકમેળાને લઈને રાજકોટ પ્રશાસને તૈયારીઓ શરુ કરી દીધી છે. કલેક્ટરની બેઠકમાં 19 સમિતિઓની રચના કરવામાં આવી છે. દર વર્ષે પાંચ દિવસમાં આ મેળામાં સૌરાષ્ટ્રભરમાંથી 15 લાખ લોકો મેળાનો આનંદ માણે છે. જન્માષ્ટમીના લોકમેળાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચોમાસુ સારું જાય અને સારું વર્ષ થાય એટલે ગ્રામ્ય વિસ્તારના લોકો સૌથી વધુ મેળામાં આવે છે.