શોધખોળ કરો

Hit And Run: હાઇવે પર રૉન્ગ સાઇડ આવતી એક્ટિવાને સ્કૉર્પિયોએ મારી જોરદાર ટક્કર, એક્ટિવા ચાલકનું મોત, CCTV આવ્યા સામે

રાજકોટમાંથી વધુ એક મોટી હિટ એન્ડ રન એક્સિડેન્ટની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં સ્કૉર્પિયો કાર ચાલકે એક એક્ટિવા ચાલકને ટક્કર મારી દીધી હતા

Rajkot Hit And Run Case: રાજકોટમાંથી વધુ એક મોટી હિટ એન્ડ રન એક્સિડેન્ટની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં સ્કૉર્પિયો કાર ચાલકે એક એક્ટિવા ચાલકને ટક્કર મારી દીધી હતા, આ સમગ્ર ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. સીસીટીવીમાં કેપ્ચર થયેલા સીન પરથી જાણી શકાય છે કે, એક્ટિવા ચાલક રૉડની રૉન્ગ સાઇડમાં મૉપેડ હંકારી રહ્યો હતો, અકસ્માત સર્જનારા બન્ને શહેરના ઘંટેશ્વર પાર્કમાં જ નોકરી હતી, જ્યાં આ અકસ્માતની ઘટના ઘટી હતી. 

આજે રાજકોટમાં ઘંટેશ્વર પાર્ક નજીક એક મોટો અકસ્માત સર્જાયો હતો, હાલમાં એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં અકસ્માત સ્પષ્ટપણે જોઇ શકાય છે. રાજકોટ-જામનગર હાઇવે પર સ્કૉર્પિયો કાર અને એક્ટિવા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં એકટીવા ચાલક રૉડની રૉન્ગ સાઇડ પર ડિવાઇડરની નજીકથી પસાર થઇ રહ્યો હતો, તે સમયે સામેથી આવી રહેલા સ્કૉર્પિયો કારે તેને ટક્કર મારી દીધી હતી. આ ઘટનામાં સુરજસિંહ નામના શખ્સનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ. આ ઉપરાંત કમલ થાપા નામના વ્યક્તિને બેભાન અવસ્થામાં હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત શહેરના રાજકોટ-જામનગર હાઇવે પર આવેલા ઘંટેશ્વર પાર્ક નજીક સર્જાયો હતો, અકસ્માત સર્જનારા બન્ને શખ્સો ઘંટેશ્વર પાર્કમાં જ નોકરી કરતા હતા.

બાઇક પર સવાર કપલને ખાનગી બસે મારી ટક્કર, મંગેતરની સામે જ રોડ પર યુવતીનું મોત

અમદાવાદમાં રવિવારે શિવરંજની ચાર રસ્તા પાસે ખાનગી બસે યુવતીને કચડી હતી. આ મામલે ટ્રાફિક પોલીસે આરોપી ગંભીરસિંહ સિસોદીયાની ધરપકડ કરી હતી. ખાનગી બસ પાલડીથી કચ્છના મુન્દ્રા જઈ રહી હતી. મળતી જાણકારી અનુસાર, પાલડીની પટેલ ટ્રાવેલ્સની ઓફિસથી બસ મુન્દ્રા જવા નીકળી હતી ત્યારે શિવરંજની ચાર રસ્તા પાસે ડબલ સવારી બાઈકને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં 22 વર્ષીય હિરલબેનનું નિપજ્યુ મોત થયું હતું.  પોલીસે બસ ચાલકે દારૂ પીધેલો હતો કે કેમ તે જાણવા માટે સેમ્પલ લીધા હતા. આરોપી ૧૦ વર્ષથી ટ્રાવેલ્સ ચલાવે છે, ૭ વર્ષથી પટેલ ટ્રાવેલ્સ સાથે જોડાયેલ છે.

શહેરના શિવરંજની ક્રોસ રોડ પર બસ ચાલકે ડબલ સવારી બાઈકને અડફેટે લીધી હતી. જેમાં મંગેતરની સામે જ યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બપોરના સમયે યુવક અને યુવતી ઘરે જઈ રહ્યા હતાં ત્યારે શિવરંજની ચાર રસ્તા પાસે ખાનગી બસ યુવક-યુવતી પર કાળ બનીને ત્રાટકી હતી.  બેફામ ગતિએ દોડી આવેલી બસે બાઈકને અડફેટે લેતા યુવક- યુવતી બંને નીચે પટકાયા હતા.  જેમાં રોડ પર નીચે પટકાયેલી યુવતીના માથા પર બસનું ટાયર ફરી વળતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.  અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિગ્નલ બંધ થવાની લ્હાયમાં ડ્રાઈવર પૂરઝડપે બસ ચલાવે છે જ્યારે સિગ્નલ બંધ થવાથી બાઈક ચાલક બાઇક ઉભું રાખે છે તેમ છતાં બસનો ચાલક બ્રેક માર્યા વગર જ બસને પૂરઝડપે દોડાવે છે. અકસ્માત સર્જી આરોપી ડ્રાઇવર ભાગી છૂટ્યો હતો. જોકે આસપાસના સ્થાનિકોએ દોડીને ચાલકને પકડી પોલીસને સોંપ્યો હતો.

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ ગઇકાલે અકસ્માત સર્જાયો હતો. પોરબંદર હાઇવે પર શ્રી કાળેશ્વર મહાદેવના મંદિર પાસે સર્જાયેલા અકસ્માતમાં અજાણ્યા સાઇકલ ચાલક શ્રમિકનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજયું હતું. રાજકોટ થી પોરબંદર જતી મહાસાગર ટ્રાવેલ્સના બસ ચાલકે સાઇકલ ચાલકને અડફેટે લીધો હતો. ઉપલેટા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની ઓળખ કરવા સહિતની કામગીરી હાથ ધરી હતી.    

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ !
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચો-તલાટીઓનું 'નળથી છળ'?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
Embed widget