શોધખોળ કરો

Rajkot : ભાજપના નેતાએ વીડિયો કોલ એક્સેપ્ટ કરતાં જ યુવતી થઈ ગઈ નિર્વસ્ત્ર અને પછી ......

સાઇબર માફીયા દ્વારા આ અશ્લીલ વીડિયો ભાજપના નેતાને મોકલીને પાંચ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. ભાજપને નેતાને યુવતીએ ધમકી આપી હતી કે, રૂપિયા નહીં આપે તો આ વીડિયો ભાજપના નેતાઓને મોકલી દેશે.

રાજકોટઃ શહેર ભાજપના નેતા સાઇબર માફીયાના ચક્કરમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે. ભાજપના નેતાને અજાણ્યા નંબર પરથી આવેલો વીડિયો કોલ રિસિવ કરવો ભારે પડી ગયો છે. તેમણે વીડિયો કોલ એક્સેપ્ટ કરતાં જ યુવતી નિર્વસ્ત્ર થઈ ગઈ હતી. જોકે, અચાનક જ યુવતીએ કપડા ઉતારવા લાગતાં ભાજપના નેતાએ કોલ કટ કરી નાંખ્યો હતો. 

જોકે, સામે સાઇબર માફીયા દ્વારા આ અશ્લીલ વીડિયો ભાજપના નેતાને મોકલીને પાંચ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. ભાજપને નેતાને યુવતીએ ધમકી આપી હતી કે, રૂપિયા નહીં આપે તો આ વીડિયો ભાજપના નેતાઓને મોકલી દેશે.  બ્લેકમેઈલરે ભાજપને નેતાના સોશિયલ મીડિયાના મિત્રોનુ લીસ્ટ મોકલ્યું અને વીડિયો તેમને મોકલી બદનામ કરવાની ચીમકી આપી હતી. 

પાંચ લાખ પેટીએમથી, ગૂગલ પેથી મોકલવાનું કહેવાયું હતું. રાજકોટ શહેર સાયબર સેલે તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, અગાઉ પણ કેટલાય લોકો આ પ્રકારની ઘટનાનો શિકાર બની ગયા છે. સુરત ભાજપના નેતાઓ પણ આ પ્રકારની હનીટ્રેપમાં ફસાયા હતા. 

Dahod: કોલેજીયન યુવક રાતે પ્રેમિકા સાથે ફરવા ગયો, મોડું થતાં પ્રેમિકાને ઘરે મુકવા જતો હતો ને....

દાહોદઃ ફતેપુરા તાલુકાના મારગાળા ગામના 22 વર્ષીય પ્રેમીને પ્રેમ કરવો ભારે પડ્યો છે. સાગડાપાડા ગામની તેની પ્રેમિકાએ મોબાઈલ પર મેસેજ કરી મળવા બોલાવ્યો હતો. આથી તે ઘરેથી બાઇક લઈને યુવતીને મળવા માટે ગયો હતો. યુવતી સાથે ફરવા જતાં રાતે મોડું થઈ જતાં પ્રેમી બાઇક પર તેને ઘરે મૂકવા ગયો હતો. બીજી તરફ દીકરી રાત થવા છતા ઘરે પરત ન ફરતાં તેઓ ઉશ્કેરાઇ ગયા હતા. તેમજ યુવતીના પિતા તથા ભાઇ રસ્તામાં જ વોચ ગોઠવીને ઉભા રહી ગયા હતા. ત્યારે યુવાન તથા તેની સાથે આવેલા તેના મિત્રને માથામાં તથા શરીરે લાકડીઓના આડેધડ ફટકા મારતા પ્રેમી યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સુખસર પોલીસ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મારગાળાનો સંજયભાઇ રમસુભાઇ કીકલાભાઇ બારીયા ગાંધીનગર સેક્ટર 15માં  આર્ટ્સ કોલજમાં અભ્યાસ કરતો હતો. સંજયને સાગડાપાડાની યુવતી સાથે પ્રેમ સંબંધો હોઇ યુવતીએ તેને ફોન મેસજ કરી મળવા બોલવાતાં સંજય તથા મનીષભાઇ સમસુભાઇ બારીયા ફોઈના ઘરે જઉં છુ કહી મોટર સાયકલ લઇને ઘરેથી સાગળાપાડા ગયો હતો. 

સાગળાપાળા જઇ સંજય તેના ફોઇના છોકરા મેહુલને લઇ યુવતીના ઘર પાસે ગયા હતા. જ્યાં ઘરથી થોડે દૂર રોડ ઉપર યુવતી આવતાં ત્રણે જણા મોટર સાયકલ ઉપર બેસી થોડે દૂર ગયા હતા અને સંજયે પ્રેમિકા શિવાની સાથે થોડી વાર વાતચીત કરી પરત ઘરે મુકવા જતા હતા. તે દરમિયાન સાગડાપાડા ગામે પુલ પાસે આવતા શિવાનીના પિતા દિનેશભાઇ ફુલજીભાઇ ચરપોટ તથા ભાઇ શિવરાજ બન્ને જણા હાથમાં લાકડી લઇને ઉભા હતા. 

શિવાનીના પિતાએ સંજયના માથામાં લાકડી મારતાં મોટર સાયકલ ઉપર સવાર સંજય, મેહુલ તથા શિવાની ત્રણેય જણા પડી ગયા હતા. ત્યાર બાદ શિવાના પિતાએ અને ભાઇએ નીચે પડેલા સંજયને લાકડીઓ વડે માર મારતાં માથામાં ગંભીર જીવલેણ ઇજાઓ થતાં ગભરાયેલા હુમલાખોર પિતા-પુત્રએ કારમાં બેસાડી દાહોદના ખાનગી દવાખાને સારવાર માટે દાખલ કરાવ્યો હતો. ઘટનાની જાણ મેહુલે સંજયના ઘરે કરતાં પરિવારજનો તાત્કાલિક દાહોદ દવાખાને પહોંચી ગયા હતા. જોયેલ તો સંજયને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી અને બેભાન અવસ્થામાં હતો. ત્યાર બાદ મોડી રાત્રે સંજયનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેથી પરિજનોમાં રોષ જોવા મળ્યો હતો.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Embed widget