શોધખોળ કરો

ખોડિયારધામના મહંતના કેસમાં થયો વધુ એક મોટો ધડાકોઃ યુવતીએ ફિઝિકલ રિલેશન મુદ્દે પોલીસને શું આપ્યું નિવેદન?

ડીસીપી પ્રવીણકુમાર મિણાએ જણાવ્યું હતું કે, ખોડીયારધામ આશ્રમના ટ્રસ્ટી વકીલ રક્ષિત ક્લોલાને આપઘાત અંગેની સૂસાઈડ નોટની જાણ હતી. 4 તારીખના સૂસાઈડ નોટ પોલીસ સમક્ષ આવી. ફરિયાદી રામજી લીંબાસીયાને પણ આરોપી તરીકે આ કેસમાં લેવામાં આવ્યો છે. 

રાજકોટઃ રાજકોટ કાગદડી ગામના શ્રી ખોડિયારધામ આશ્રમના મહંતના આપઘાત મામલે એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે આજે આત્મહત્યા મામલે રાજકોટ શહેર પોલીસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં બે મોટા ધડાકા કરાયા છે. ડીસીપી પ્રવીણકુમાર મિણાએ જણાવ્યું હતું કે, કથિત વીડિયોમાં દેખાતી યુવતીનું નિવેદન નોંધવામાં આવ્યું. યુવતીએ નિવેદનમાં કહ્યું, ફિઝિકલ રિલેશન નહોતા. વીડિયો શૂટ થઈ રહ્યો છે તે યુવતીઓ જાણતી હતી. 

ડીસીપી પ્રવીણકુમાર મિણાએ જણાવ્યું હતું કે, ખોડીયારધામ આશ્રમના ટ્રસ્ટી વકીલ રક્ષિત ક્લોલાને આપઘાત અંગેની સૂસાઈડ નોટની જાણ હતી. 4 તારીખના સૂસાઈડ નોટ પોલીસ સમક્ષ આવી. ફરિયાદી રામજી લીંબાસીયાને પણ આરોપી તરીકે આ કેસમાં લેવામાં આવ્યો છે. 

મહંત જયરામદાસ દ્વારા આત્મહત્યા કરી હોવાનું 1લી જૂનના રોજ ખુલવા પામ્યું હતું. દેવ હોસ્પિટલના તબીબ દ્વારા હાર્ટ એટેક ના કારણે મૃત્યુ નિપજ્યું હોવાનું ડેથ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. મહંત કેસમાં અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. મહંતના ભત્રીજા અલ્પેશ, અલ્પેશના બનેવી હિતેશ અને આશ્રમના સેવક વિક્રમ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. મહંતની આત્મહત્યા નહિ પરંતુ હત્યા કરવામાં આવી હોવાનો કરણી સેના દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે. મહંત ના કેસ મામલે સાધુ સંતો દ્વારા 302ની કલમ ઉમેરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. 

આપઘાતને કુદરતી મોતમાં ખપાવવામાં દેવ હોસ્પિટલના ડો.નિમાવતની વરવી ભૂમિકા સામે આવી છે. ડો. નિમાવતના કહેવાથી ડો. કારેલીયાએ મહંતનું ડેથ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યું હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. પોલીસે ઓરીજીનલ ડેથ સર્ટિફિકેટ કબ્જે કર્યું છે. એટલું જ નહીં, કથિત વીડિયોમાં દેખાતી બે યુવતીઓ પૈકી એક યુવતીનું પોલીસે નિવેદન નોંધ્યું, બીજી યુવતીની શોધખોળ હાથ ધરી છે. મહંત જયરામદાસ બાપુને આપઘાતની ફરજ પાડનાર આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. 

મહંત સાથેના વીડિયોમાં દેખાયેલી એક યુવતી પોલીસ સમક્ષ હાજર થઈ છે અને તેણે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે. મહંત સતત રાત્રે આશ્રમમાં રોકાઈ જવાનુ કહેતા હતા. મહંત ક્યાં કારણોથી યુવતીને આશ્રમમાં રોકાઈ જવાનુ કહેતા તેની સ્પષ્ટ માહિતી બહાર આવી નથી. યુવતીએ મહંતના ભત્રીજા અલ્પેશને વાત કરતા તેણે જ મહંત સાથે યુવતીનો વીડિયો ઉતાર્યો હતો. આ યુવતી બીજી કોઈ નહીં, પરંતુ મહંતની જ ભત્રીજી હોવાનું સામે આવ્યું છે. ભત્રીજાએ જ કૌટુંબિક બહેન પાસે વીડિયો બનાવી બાપુને હનિટ્રેપમાં ફસાવ્યા હતા.

યુવતીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, આરોપી અલ્પેશની મદદથી મહંત સાથે તેના રૂમમાં જતા વીડિયો ઉતાર્યો હતો. વીડિયોના અંતમાં વીડિયો ઉતરી ગયો છે હવે નીકળો તેવું પણ કોઈ બોલતા હોય તેવું સંભળાય છે. મહંતના યુવતી સાથેના આવા 6 આપત્તિજનક વીડિયો છે. હાલ એક વીડિયો બહાર આવ્યો છે.

ભત્રીજા અને જમાઇએ બે વર્ષ પહેલા મહંત પાસે બે યુવતીને છ-છ વખત મોકલી વીડિયો ઉતારી લીધા હતા. આ વીડિયો બતાવી મહંતને બ્લેકમેઇલ કરી રૂ.20 લાખ પડાવ્યા હતા. વિક્રમ ભરવાડે મહંતને લાકડી દેખાડી તેના પુરાવા મળ્યા છે. મહંતના આપધાત છુપાવવા ટ્રસ્ટના અમુક હોદેદારોની ભૂમિકા શંકાસ્પદ છે. દેવ હોસ્પિટલના ડો. નિમાવતની પણ પૂછપરછ થશે. મહંતના આપધાતની વિજ્ઞાનીક ઢબે તપાસ થશે. પોલીસની ચાર ટીમો તપાસમાં લાગી છે. 

અગાઉ ડીસીપી ઝોન 1 પ્રવીણકુમાર મીણાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં મહંત જયરામદાસ બાપુના આપઘાત અંગે મોટા ખુલાસા કર્યા હતા. ત્રણ શખ્સો વિરુદ્ધ કુવાડવા પોલીસે ગુનો દાખલ કર્યો છે. મહિલા સાથેનો વિડીયો ઉતારી બ્લેકમેઇલિંગ કરી માર મારતા હોવાનો સૂસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. રાજકોટ પોલીસે સૂસાઇડ નોટ કબજે કરી છે.

રાજકોટ - ડીસીપી ઝોન 1 પ્રવીણકુમાર મીણાએ જણાવ્યું હતું કે, ગત 31મી બાપુએ તારીખે ગૌ શાળાની દવા પી લીધી હતી. 1 તારીખે પ્રવીણભાઈ સવારે ઉઠાડવા જતા બાપુ મરણ ગયા હોવાનું જોયું હતું. 30 તારીખે આરોપી સાથે માથાકૂટ થઈ હતી. મહિલા સાથેનો વિડીયો બતાવીને આરોપી બ્લેક મેઇલિંગ કરતા હતા. બાપુને ઉલટી થતા દેવ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. પોલીસને આ અંગે જાણ કરી નહોતી. દોઢ વર્ષથી આરોપીઓ બાપુના સંપર્કમાં હતા. મહિલા સાથેનો આપતીજનક વિડીયો હોવાથી બ્લેકમેઇલિંગ કરતા હતા. સીસીટીવી કેમેરા કબ્જે કરી પોલીસે તપાસ શરૂ કરી છે. સૂસાઈડ નોટની હેન્ડ રાઇટિંગની તપાસ કરવામાં આવશે, એમ ડીસીપી ઝોન 1 મીણાએ જણાવ્યું હતું. 

સૂસાઈડ નોટમાં ત્રણ લોકોના નામ સામે આવ્યા છે. વિક્રમ જાદવ,અલ્પેશ સોલંકી અને હિતેશ જાદવના નામ સૂસાઇડ નોટમાં નામ લખ્યા છે. બાપુનું પી.એમ નથી કરાવ્યું. ડિસીપીએ કહ્યું, બાપુનો વિડીયો મહિલા સાથે હતો જેને લઈને આરીપો બ્લેકમેઈલ કરતા હતા. 20 પાનની સ્યુસાઇડ નોટ બાપુએ લખી છે. પોલીસે વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે. 

નોંધનીય છે કે, રાજકોટના કાગદડી ગામના પાટિયા પાસે આવેલા ખોડિયાર આશ્રમના મહંત સાધુ જયરામદાસ (ઉં.વ.65)નું 1 જૂનના રોજ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું જાહેર કરી તેમના ભત્રીજા અને અન્ય પાંચેક લોકોએ હિન્દુ પરંપરા મુજબ મહંતની અંતિમવિધિ કરી નાખી હતી. ભત્રીજા અને જમાઇએ હાર્ટ-અટેકમાં ખપાવી મહંતની અંતમિવિધિ કરી નાખી હતી. બંનેએ મહંતનો સ્ત્રી સાથેનો વીડિયો ઉતારી બ્લેકમેઇલિંગ કરી અવારનવાર પૈસા પડાવતા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election 2024: 'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહારAhmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch VideoGujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?Salman Khan: અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની કર્ણાટકથી કરાઈ ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election 2024: 'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
IND vs PAK: ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે કે નહીં? થઈ ગયો નિર્ણય
IND vs PAK: ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે કે નહીં? થઈ ગયો નિર્ણય
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
J&K Assembly: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં આજે પણ હંગામો,માર્શલે ઝપાઝપી વચ્ચે ખુર્શીદ શેખને બહાર કાઢ્યા
J&K Assembly: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં આજે પણ હંગામો,માર્શલે ઝપાઝપી વચ્ચે ખુર્શીદ શેખને બહાર કાઢ્યા
Embed widget