શોધખોળ કરો
રાજકોટમાં પાંચ લોકો ભડથું થયાને મેયરે આ ઘટનાને કુદરતી ગણાવી, પછી શું કર્યો લૂલો બચાવ?
આ એક કુદરતી ઘટના છે, એક મોટી જાનહાનિ ટળી છે. જેને કારણે વિવાદ છેડાયો હતો. વિવાદ થતા બીના આચાર્યે ખુલાસો કર્યો છે અને લૂલો બચાવ કરતાં જણાવ્યું છે કે, ઘટનાની વ્યવસ્થાની ઉતાવળમાં આકસ્મિકના બદલે કુદરતી શબ્દ બોલાઇ ગયો.
![રાજકોટમાં પાંચ લોકો ભડથું થયાને મેયરે આ ઘટનાને કુદરતી ગણાવી, પછી શું કર્યો લૂલો બચાવ? Rajkot Mayor Bina Acharya controversial statement on five persons died in hospital fire રાજકોટમાં પાંચ લોકો ભડથું થયાને મેયરે આ ઘટનાને કુદરતી ગણાવી, પછી શું કર્યો લૂલો બચાવ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/27192938/Bina-Acharya.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટઃ શહેરની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા પાંચ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે અન્ય દર્દીઓને સારવાર માટે બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતા પાંચ દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે એકની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ ઘટના મુદ્દે રાજકોટના મેયર બીના આચાર્યે કુદરતી ઘટના હોવાનું નિવેદન આપ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, આ એક કુદરતી ઘટના છે, એક મોટી જાનહાનિ ટળી છે. જેને કારણે વિવાદ છેડાયો હતો. વિવાદ થતા બીના આચાર્યે ખુલાસો કર્યો છે અને લૂલો બચાવ કરતાં જણાવ્યું છે કે, ઘટનાની વ્યવસ્થાની ઉતાવળમાં આકસ્મિકના બદલે કુદરતી શબ્દ બોલાઇ ગયો. જોકે, મેયરના નિવેદનને વિરોધપક્ષના નેતા વશરામ સાસગઢિયાએ વખોડ્યું હતું.
રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડાએ સરકાર પર કોવિડને લઈને આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, મેયરની વાતને અમે વખોડીએ છીએ. આ માનવ સર્જીત આપતિઓ છે. આગની ઘટનામાં રામસિંહભાઈ, નીતિનભાઈ બાદામી,રશિકલાલ અગ્રવાત, સંજય રાઠોડ, કેશુભાઈ અકબરીનું મોત નિપજ્યું છે. જ્યારે કિશોરભાઈ નામના દર્દી અતિ ગંભીર છે.
ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં 33 દર્દીઓની સારવાર ચાલી રહી હતી. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર મધરાતે સાડા બાર વાગ્યે આગનો કોલ આવ્યો હતો. હોસ્પિટલના બીજા માળે આવેલી મશીનરીમાં શોટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. સપ્ટેમ્બર મહિનાથી ઉદય શિવાનંદ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલની મંજૂરી અપાઈ હતી. રાજકોટ મનપાના વિપક્ષ નેતાએ સમગ્ર ઘટનાને દુઃખદ ગણાવી છે.
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની દુઃખદ ઘટનાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસ અને કડક કાર્રવાઈના આદેશ કર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોલીસ કમિશનર, મનપા કમિશનર અને કલેક્ટરને કડક કાર્રવાઈ કરવાના આદેશ કર્યા છે.
હોસ્પિટલમાં આગ લાગવા પાછળ જે પણ જવાબદાર હોય તેની સામે કડક કાર્રવાઈ કરવાના આદેશ કર્યા છે. અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ દર્દીઓને સારી સારવાર મળે તે માટે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓને આદેશ કર્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)