Rajkot: પોલીસે રાજકોટમાં દરગાહમાંથી 24 કિલો ગાંજો પકડ્યો, એક મુસ્લિમ શખ્સની પણ કરી ધરપકડ
રાજકોટમાંથી વધુ એકવાર ગાંજાનો જથ્થો પોલીસના હાથે લાગ્યો છે. પોલીસે બાતમીના આધારે દરગાહ દરોડા પાડતા મોટી માત્રામાં ગાંજાનો જથ્થો મળી આવ્યો છે
Rajkot: રાજકોટમાંથી વધુ એકવાર ગાંજાનો જથ્થો પોલીસના હાથે લાગ્યો છે. પોલીસે બાતમીના આધારે દરગાહ દરોડા પાડતા મોટી માત્રામાં ગાંજાનો જથ્થો મળી આવ્યો છે, આ સાથે જ પોલીસે એક ઇસમની પણ ધરપકડ કરી છે. માહિતી પ્રમાણે, રાજકોટના લોધીકા તાલુકાના ચીભડા ગામ નજીક આવેલી દરગાહમાં 24 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો છે, આ 24 કિલો ગાંજાના જથ્થા સાથે પોલીસે મૂંઝાવર હબીબ શાહ નામના શખ્સની પણ ધરપકડ કરી છે. દરગાહે આવતા જંગલેશ્વરના કેટલાક ઈસમો આ માદક પદાર્થોનો જથ્થો અહીં મૂકી ગયા હોવાની શંકા પણ સેવાઇ રહી છે. દરગાહમાં ગાંજાનો જથ્થો મળ્યાની જાણ થતાંની સાથે જ આજુબાજુના ગામના લોકોના ટોળે ટોળા દોડી આવ્યા હતા. આ મામલે લોધીકા પોલીસે દરગાહમાં દરોડા પાડીને મૂંઝાવરને ઝડપી પાડ્યો અને તેની સામે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ વાત છે કે, આ ઉપરાંત દરગાહની ઓરડીમાંથી ચલણી નોટો ભરેલો થેલો પણ મળી આવ્યો હતો, જેમાંથી કટેલીય જૂની અને નવી ચલણી નોટો નીકળી હતી.
સુરતમાં SOGની મોટી રેડ, 24 લાખથી વધુના ગાંજા સાથે એકની ધરપકડ
સુરતમાં SOG પોલીસની ટીમે એક મોટી કાર્યવાહી કરી છે, આ કાર્યવાહીમાં સુરતના નવીપારડી ગામની સીમમાંથી 24 લાખથી વધુની કિંમતનો ગાંજો પકડી પાડ્યો છે, એટલું જ નહીં આ દરમિયાને પોલીસે એકની ધરપકડ પણ કરી છે. માહિતી પ્રમાણે, સુરતના કામરેજના નવીપારડી ગામની સીમમાંથી SOGની ટીમે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા, આ દરમિયાન અહીંથી મોટી માત્રામાં ગાંજો જપ્ત કર્યો હતો. સુરત ગામ્ય એસઓજીએ અહીંથી લગભગ 244.750 કિલોગ્રામ ગાંજો પકડ્યો હતો. પોલીસની આ રેડમાં નવી પારડીના થરોલી મહોલ્લમાં ભાવેશ મકવાણાના ઘર વાડામાં લોખડની પેટીમાંથી આ ગાંજો પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પકડાયેલા આ ગાંજો 24 લાખથી વધુનો હતો, આ સાથે એકને પોલીસે દબોચી લીધો હતો. ખાસ વાત છે કે, અત્યારે ગાંજો આપનાર અને વેચનાર બન્ને વૉન્ટેડ છે. આ આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસની કલમ મુજબ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
કારમાં મેફેડ્રૉન ડ્રગ્સ વેચવા નીકળેલા 2 શખ્સને SOGએ ઝડપ્યા, સાડા પાંચ લાખનો મુદ્દામાલ પણ જપ્ત
રાજ્યમાં ડ્રગ્સના વેચાણનો સિલસિલો યથાવત છે, હવે જૂનાગઢમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જૂનાગઢ SOG પોલીસની કાર્યવાહીમાં 2.7 ગ્રામ જેટલા મેફેડ્રૉન ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. માહિતી પ્રમાણે, જુનાગઢના માંગરોળમાથી મેફેડ્રોન ડ્રગ્સ પકડવામાં આવ્યો છે. પોલીસે કાર્યવાહી કરતા બે આરોપીઓ સાથે 2. 7 ગ્રામ મેફેડ્રૉન ડ્રગ્સના જથ્થા ઝડપી પાડ્યા હતા. આ બન્ને આરોપીઓ કારમાં મેફેડ્રૉન ડ્રગ્સની હેરાફેરી કરતા હતા. બાતમીના આધારે જ્યારે SOGએ દરોડા પાડ્યા તો કારમાંથી બે આરોપીઓને મેફેડ્રૉન ડ્રગ્સ સાથે ત્રણ મોબાઇલ, રોકડ તેમજ કાર સાથે 5.52.990નો મુદ્દામાલ કબજો કર્યો હતો. પોલીસે સોહિલ કાલાવત અને હનીફ ધામેરીયાની આ મામલે ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ બન્ને આરોપીઓને હાલમાં માંગરોળ મરીન પોલીસને સોંપવામાં આવ્યા છે. આ પહેલા રાજ્યામાં સુરત, રાજકોટ અને અમદાવાદ સહિતના શહેરોમાંથી ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી કરનારા પેડલરો ઝડપાઇ ચૂક્યા છે.
ડ્રગ્સનું મોટુ સ્કેન્ડલ, ગાંજા બાદ SOGએ દોઢ લાખના ડ્રગ્સ સાથે એકને ઝડપ્યો
અમદાવાદમાં ગાંજો અને ડ્રગ્સ ઘૂસાડવાના મોટા સ્કેન્ડલનો પર્દાફાશ થયો છે, શહેરમાં ગાંજા બાદ ડ્રગ્સનો મોટો જથ્થો પોલીસના હાથે લાગ્યો છે. આ પહેલા ટ્રેનમાંથી ગાંજો અને હવે SOGની ટીમે એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો છે. માહિતી છે કે, અમદાવાદમાં ફરી એકવાર મોટા સ્કેન્ડલનો પર્દાફાશ થઇ શકે છે, આજે અમદાવાદમાં SOGની ટીમે ડ્રગ્સના દોઢ લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો છે. અમદાવાદ SOGએ વેજલપુર વિસ્તારમાંથી MD ડ્રગ્સ જપ્ત કર્યું છે. 1 લાખ 22 હજારના કિંમતનું આ 12 ગ્રામ MD ડ્રગ્સ પોલીસે ઝડપી પાડ્યું છે, આ ડ્રગ્સની સાથે જ અનશ શેખ નામના ડ્રગ્સ પેડલરને પણ ઝડપી પાડ્યો છે, અનશ શેખ એમડી ડ્રગ્સનું છૂટક વેચાણ કરવા વેજલપુરમાં ફરતો હતો, આ દરમિયાન પોલીસની કાર્યવાહીમાં ઝડપાઇ ગયો હતો.