શોધખોળ કરો
Advertisement
Rajkot: ભાજપના નેતા કે કાર્યકરોની પત્નિને બદલે સશક્ત મહિલાને ટિકિટ આપવા આ પાટીદાર યુવતીએ મોદી-CRને કરી ટ્વિટ..
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આગેવાન કે કાર્યકરોના પત્ની ને ટિકિટ ન અપાય તેવી રાજકીય પાર્ટીના અધ્યક્ષોને માંગ કરાઈ છે.
રાજકોટ: આગામી 21 અને 28મી ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે, ત્યારે રાજકોટના પાટીદાર મહિલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સી.આર. પાટીલને ટ્વીટ કરીને સશક્કત મહિલાઓને ટિકિટ આપવાની માંગણી કરી છે. તેમણે જણાવ્યું છે કે, મહિલા સરપંચ હોય કે કોર્પોરેટરો હોય વહિવટ તેના પતિ જ કરતા હોય છે આ બદલવાની જરૂર છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાટીદાર મહિલાઓમાં વિરોધ જોવા મળ્યો હતો. રાજકોટ સરદારધામ ખાતે વિરોધનો સૂર ઉઠ્યો છે. સરદારધામના મહિલા આગેવાન શર્મિલા બાંમભણીયાએ આ અંગે ટ્વિટ કર્યું છે. ટ્વિટ કરી સશક્ત મહિલાઓને ટિકિટ આપવાની માંગ કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સશક્ત મહિલાઓને જ ઉમેદવાર તરીકે જાહેર કરવા તેવી માંગ સામે આવી છે.
આગેવાન કે કાર્યકરોના પત્ની ને ટિકિટ ન અપાય તેવી રાજકીય પાર્ટીના અધ્યક્ષોને માંગ કરાઈ છે. સમાજમાં સારા પ્રતિનિધિત્વ માટે સક્ષમ મહિલાને ટિકિટ આપવા માંગ કરી છે. મહિલા સરપંચથી મહિલા કોર્પોરેટરના પતિ જ વહીવટ કરતા હોય છે જેને બદલવાની જરૂર છે, તેમ શર્મિલા બાંમભણીયાએ જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement